Israel: ઈઝરાયલનો ઇરાનની રાજધાની પર મોટો હુમલો, ન્યૂક્લિયર સાઇટને બનાવી નિશાન
ઈરાનની રાજધાની તેહરાનમાં જોરદાર વિસ્ફોટોના અવાજથી દુનિયા હચમચી ગઈ હતી
LIVE

Background
મધ્ય પૂર્વની પરિસ્થિતિ ખૂબ જ ઝડપથી બદલાઈ ગઈ છે. ઈરાનની રાજધાની તેહરાનમાં જોરદાર વિસ્ફોટોના અવાજથી દુનિયા હચમચી ગઈ હતી. ઈઝરાયલે પુષ્ટી કરી હતી કે તેણે ઈરાન પર 'પ્રી-એમ્પ્ટિવ સ્ટ્રાઈક' એટલે કે ખતરાને જોઇને હુમલો કર્યો હતો. ઈરાનના નતાન્ઝ અને ફોર્દો પરમાણુ પ્લાન્ટમાં મોટા વિસ્ફોટના અહેવાલો છે, જ્યારે તેહરાનના ઇમામ ખુમૈની આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ વિસ્ફોટ થયાના અહેવાલ છે. હુમલા બાદ ઈઝરાયલમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન ઈઝરાયલ કાત્ઝે ચેતવણી આપી છે કે ઈરાન તરફથી ડ્રોન અને મિસાઈલ હુમલા ગમે ત્યારે થઈ શકે છે. આ બધું ત્યારે થઈ રહ્યું છે જ્યારે થોડા કલાકો પહેલા જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 'મધ્ય પૂર્વમાં ખૂબ જ ટૂંક સમયમાં ભીષણ સંઘર્ષ થઈ શકે છે.'
#BREAKING Israel military says 'completed first stage' of strikes against Iranian military, nuclear targets pic.twitter.com/BiiB3DhZ0r
— AFP News Agency (@AFP) June 13, 2025
#BREAKING Netanyahu says Israel struck at 'heart of Iran's nuclear enrichment programme' - says Israel operation against Iran to 'continue as many days as it takes' pic.twitter.com/kCsescidVq
— AFP News Agency (@AFP) June 13, 2025
ટ્રમ્પે મોટા યુદ્ધની શક્યતા વ્યક્ત કરી હતી
હુમલા પહેલા વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું હતું કે, 'હું એમ નહીં કહું કે હુમલો તાત્કાલિક થશે, પરંતુ તે ચોક્કસપણે થઈ શકે છે.' ટ્રમ્પના મતે અમેરિકન અધિકારીઓ ખૂબ જ ચિંતિત છે કે ઇઝરાયલનો ઇરાન પર હુમલો ગમે ત્યારે થઈ શકે છે. હકીકતમાં ઇરાને ગુરુવારે જાહેરાત કરી હતી કે તે તેના પરમાણુ કાર્યક્રમને વધુ વેગ આપશે. આ જાહેરાત આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) દ્વારા ઇરાન વિરુદ્ધ પસાર કરાયેલા ઠરાવ પછી કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે તેહરાન પરમાણુ અપ્રસાર કરારનું પાલન કરવામાં નિષ્ફળ ગયું છે.
BREAKING Israel declared a state of emergency on Friday, warning of retaliatory action from Tehran after the Israelis launched a "preemptive strike" on Iran pic.twitter.com/V6OuBY7kzA
— AFP News Agency (@AFP) June 13, 2025
અમેરિકન નાગરિકોને પાછા ખેંચવાની સૂચનાઓ
ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે તેમણે પશ્ચિમ એશિયામાંથી અમેરિકન નાગરિકોને ખાલી કરાવવાનો આદેશ આપ્યો છે કારણ કે 'જો અચાનક ઇમારતો પર મિસાઇલો પડવા લાગે, તો હું અગાઉથી ચેતવણી ન આપનાર વ્યક્તિ બનવા માંગતો નથી.' તેમણે સ્પષ્ટતા કરી કે આ નિર્ણય ભારે હૃદયથી લેવામાં આવ્યો હતો પરંતુ આ દ્વારા 'ઘણા લોકોના જીવ બચાવી શકાય છે.'
રસપ્રદ વાત એ છે કે ટ્રમ્પે પાછળથી તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે તેઓ ઇરાન મુદ્દાને રાજદ્વારી મારફતે ઉકેલવાના પક્ષમાં છે. તેમણે કહ્યું કે 'અમે એક કરારની ખૂબ નજીક છીએ' અને તેથી તેઓ નથી ઇચ્છતા કે ઇઝરાયલ આ સમયે ઇરાન પર હુમલો કરે. જો કે, તેમણે એમ પણ ઉમેર્યું હતું કે 'આ હુમલો આ કરારને બગાડી શકે છે અને તેને બનાવી પણ શકે છે.'





















