શોધખોળ કરો
Advertisement
બ્રિટનમાં કોરોનાનું નવું ઘાતક સ્વરૂપ જોવા મળ્યું, જાણો વૈજ્ઞાનિકોએ શું ચેતવણી આપી
આશંકા એ પણ છે કે બ્રિટેનમાં કોરોનાનું જે નવું સ્વરૂપ જોવા મળ્યું છે તેના પર રસીની પણ ઘણી ઓછી અસર થઈ રહી છે.
બ્રિટનમાં કોરોનાના નવું સ્વરૂપ અત્યંત ઘાતક હોવાની વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે. દક્ષિણ ઈંગ્લેડમાં કોરોનાનું નવું સ્વરૂપ જોવા મળ્યુ છે. વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યક્ત કરતા ચેતવણી આપી છે કે કોરોનાનું આ સ્વરૂપ અત્યંત સંક્રમિત અને ઘાતક છે.
આશંકા એ પણ છે કે બ્રિટેનમાં કોરોનાનું જે નવું સ્વરૂપ જોવા મળ્યું છે તેના પર રસીની પણ ઘણી ઓછી અસર થઈ રહી છે. વૈજ્ઞાનિકો સલાહ આપી છે કે કોરોનાના નવા સ્વરુપ સામે લડવા માટે વેક્સીન નિર્માણમાં ઝડપ કરવામાં આવે.
ખતરનાક હોઈ શકે છે વાયરસનું નવું સ્વરૂપ
સીઆઈટીઆઈઆઈડીના ટોચના રીસર્ચર રવિ ગુપ્તાએ કહ્યું કે, “સૌથી વધારે ચિંતા વાયરસના સ્વરૂપ ઈ484ને લઈને છે, જેનું સંક્રમણ હજુ થોડા જ લોકોમાં જોવા મળ્યું છે. અમારા સંસોધનમાં સંકેત મળ્યા છે કે આ સ્વરૂપ પર રસીની અસર ઘણી ઓછી હશે.” તેમણે આગળ કહ્યું કે, વાયરસના આ સ્વરૂપમાં પણ ફેરફાર થતા જોવા મળી રહ્યા છે જે ચિંતાની વાત છે.
રસીના નિર્માણમાં તેજી લાવવી પડશે
તેમણે કહ્યું, “આપણે વાયરસના નવા સ્વરૂપને જોતા આગામી પેઢીની રસી પ્રમાણે તૈયાર કરવી પડશે. આપણે સંક્રમણ રોકવા માટે રસી નિર્માણ કામમાં ઝડપ લાવવાની જરૂરત છે.”
રીસર્ચના મુખ્ય સંશોધનકર્તા ડો. ડમી કોલિયરે કહ્યું, ‘અમારા આંકડાથી જાણવા મળ્યું છે કે 80થી વધારે ઉંમરના લોકોમાં રસીના પ્રથમ ડોઝના ત્રણ સપ્તાહ બાદ સુરક્ષાત્મક એન્ટીબોડી નથી મળ્યા. પરંતુ આશ્વસ્ત કરનારી વાત એ છે કે બે ડોઝ લીધા બાદ વાયરસની સામે એન્ટીબોડી બન્યા હતા.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
દુનિયા
Advertisement