New Year 2023 Celebration: દુનિયામાં સૌ પ્રથમ ન્યૂઝીલેન્ડમાં નવા વર્ષની ઉજવણી, ઓકલેન્ડના ફેમસ સ્કાઇ ટાવરથી કરાઇ આતશબાજી
વિશ્વમાં નવા વર્ષ (2023) ની પ્રથમ ઉજવણી આજે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં શરૂ થઇ હતી
Happy New Year 2023: વિશ્વમાં નવા વર્ષ (2023) ની પ્રથમ ઉજવણી આજે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં શરૂ થઇ હતી. નવા વર્ષની ઉજવણી કરનાર તે વિશ્વનું પ્રથમ મોટું શહેર છે. આ દરમિયાન, ઓકલેન્ડના જાણીતા સ્કાઇ ટાવરને સ્પાર્કલિંગ લાઇટ્સથી શણગારવામાં આવ્યો હતો. દરમિયાન સ્કાઇટાવર પરથી આતશબાજી કરવામાં આવી હતી.
#WATCH | People in New Zealand cheerfully welcome New Year 2023 amid fireworks & light show. Visuals from Auckland.#NewYear2023
— ANI (@ANI) December 31, 2022
(Source: Reuters) pic.twitter.com/mgy1By4mmA
ન્યૂઝીલેન્ડનું ઓકલેન્ડ એ વિશ્વના સૌથી પૂર્વ ભાગમાં સ્થિત એક મુખ્ય શહેર છે. વાસ્તવમાં નવા દિવસની શરૂઆત વિશ્વના પૂર્વીય ભાગથી થાય છે. તેથી જ અહીં દિવસ વહેલો શરૂ થાય છે. અહીં ગયા વર્ષે 2022માં પણ કોરોના સમયે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્વના સૌથી પૂર્વ ભાગમાં હોવાના કારણે નવા વર્ષની ઉજવણી પ્રથમ ઓકલેન્ડમાં કરવામાં આવી છે, જેનો અર્થ છે કે તેણે ભારતના લગભગ 7.30 કલાક પહેલા નવા વર્ષની ઉજવણી કરી છે. ભારતમાં હજુ સાંજના 4:30 વાગ્યા છે, ત્યારે જ ઓકલેન્ડમાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ છે.
સ્કાઇટાવર શા માટે પ્રખ્યાત છે?
ઓકલેન્ડમાં આવેલ સ્કાઇ ટાવર શહેરની સૌથી પ્રતિષ્ઠિત ઇમારતોમાંની એક છે. આ ટાવર 25 વર્ષ જૂનો છે. તેની ઊંચાઈ 328 મીટર ઊંચી છે. નવા વર્ષ 2023ની ઉજવણી દરમિયાન શાનદાર આતશબાજી કરવામાં આવી હતી, રાત્રે આતશબાજીના કારણે આખું આકાશ ઝળહળવા લાગ્યું હતું, જે માઈલ દૂરથી જોઈ શકાય છે. નવા વર્ષની ઉજવણી નિહાળવા સ્કાઇ ટાવરની આસપાસ હજારો લોકો હાજર રહ્યા હતા. નવા વર્ષ 2023 માટે ટાવરને વાદળી અને જાંબલી લાઇટથી શણગારવામાં આવ્યો હતો. આ જગ્યા દરિયાની સપાટીથી 193 મીટર ઉંચી છે.
Statue of Unity: 31 ડિસેમ્બરની ઉજવણી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી 2018 માં બન્યા બાદ પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે. હાલ ક્રિસમીસની રજાઓ ચાલે છે. આજે 31 ડિસેમ્બરની ઉજવણીમાં પણ પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે. સામાન્ય રીતે લોકો 31 ડિસેમ્બરની ઉજવણી કરવા માટે ગોવા, દમણ, મુંબઈ જેવા શહેરોમાં જતા હોય છે. પણ આ વર્ષે પ્રવાસીઓએ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની પ્રતિમા જોવા માટે અને ઇતિહાસની માહિતી મળી રહે તે હેતુથી પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પસંદગી કરી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હાલ રોજના 25 હજાર પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે. હાલમાં 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી 1 લાખથી પણ વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા વધુ 45 બસો મુકવાની ફરજ પડી છે