શોધખોળ કરો

North Korea: યુક્રેન યુદ્ધની સ્થિતિ વચ્ચે હવે ઉત્તર કોરિયાએ ત્રણ સંદિગ્ધ બેલિસ્ટિક મિસાઈલ ફાયર કરી

ઉત્તર કોરિયાએ સમુદ્ર તરફ ત્રણ અજ્ઞાત સંદિગ્ધ બેલિસ્ટિક મિસાઈલનું પ્રક્ષેપણ કર્યુ હોવાનો દક્ષિણ કોરિયા અને જાપાને દાવો કર્યો છે.

North Korea Fires Ballistic Missile: ઉત્તર કોરિયાએ સમુદ્ર તરફ ત્રણ અજ્ઞાત સંદિગ્ધ બેલિસ્ટિક મિસાઈલનું પ્રક્ષેપણ કર્યુ હોવાનો દક્ષિણ કોરિયા અને જાપાને દાવો કર્યો છે. જાપાનના રક્ષા મંત્રાલયે કહ્યું કે, ઉત્તર કોરિયા દ્વારા ફાયર કરવામાં આવેલી મિસાઈલ એક સંભાવિત બેલિસ્ટિક પ્રક્ષેપાસ્ત્ર હોઈ શકે છે. તેમની તરફથી આ અંગે કોઈ માહિતી નથી આપવામાં આવી. 

આ સાથે દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે એક નિવેદનમાં કહ્યું કે, "ઉત્તર કોરિયાની મિસાઈલ ગુરુવારે ઉત્તર કોરિયાના પૂર્વી સમુદ્ર તરફ ફેંકવામાં આવી હતી." જો કે તેમણે પણ આ વિશે વધુ માહિતી નહોતી આપી.

ઉત્તર કોરિયાએ પોતાની અટકી પડેલી પરમાણુ કૂટનીતિ વચ્ચે પોતાના હરિફ દેશો પર દબાવ બનાવવા માટે પ્રયત્ન કર્યો છે અને આ વર્ષે ઘણી મિસાઈલોનું પરીક્ષણ કર્યું છે. કેટલાક વિશેષજ્ઞોનું કહેવું છે કે, વધતા કોરોના સંક્રમણ માટે લાગુ થયેલા કડક નિયમો વચ્ચે ઉત્તર કોરિયા રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને હથિયારો અને મિસાઈલોનું પરીક્ષણ ચાલુ રાખ્યું છે.

પહેલો કોરોના કેસ નોંધાયોઃ
આ બધાની વચ્ચે ઉત્તર કોરિયાના સ્ટેટ મીડિયાએ ગુરુવારે તેમના દેશમાં કોરોનાના પહેલા કેસની પુષ્ટિ કરી હતી. ઉ. કોરિયાના નેતા કિમ જોંગ-ઉને શહેર અને કાઉંટીમાં સંપુર્ણ લોકડાઉન લગાવવાનો આદેશ આપ્યો છે. કોરોના મહામારી ફેલાયાના 2 વર્ષ પછી ઉત્તર કોરિયામાં કોવિડ19ના પહેલો કેસ નોંધાયો હોવાની પુષ્ટિ થઈ છે.

વર્ષનું 16મું પરીક્ષણઃ
ગુરુવારે કરવામાં આવેલું બેલેસ્ટિક મિસાઈલનું આ પ્રક્ષેપણ ઉત્તર કોરિયા દ્વારા થયેલ 16મું પરીક્ષણ હતું. આમાં 2017 પછી ઉત્તર કોરિયા દ્વારા ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનું પ્રથમ પરીક્ષણ સામેલ છે. એવા સંકેતો પણ મળી રહ્યા છે કે ઉત્તર કોરિયા દેશના ઉત્તરપૂર્વમાં એક દૂરસ્થ પરીક્ષણ મેદાન પર પાંચ વર્ષમાં તેનું પ્રથમ પરમાણુ પરીક્ષણ કરવાની તૈયારી કરી રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી

ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી

પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે

Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ

Champions Trophy 2025: થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયો હતો, હવે ફરી વાપસી માટે ઉતાવળો છે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ; આપી મોટી હિંટ

Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે

Embed widget