યૂક્રેન યુદ્ધમાં પુતિનનો સૌથી ખતરનાક પ્લાન આવ્યો સામે, હવે વિરોધીઓને પકડી અપાશે 'સાર્વજનિક ફાંસી'
એક લીક થયેલા દસ્તાવેજોથી જાણવા મળ્યુ છે કે રશિયા પોતાના કબજા વાળા યૂક્રેની શહેરોમાં ત્યાંના નાગરિકોનુ મનોબળ તોડવા માંગે છે.
નવી દિલ્હીઃ રશિયા અને યૂક્રેન વચ્ચે આજે યુદ્ધનો નવમો દિવસ છે. રશિયા દિવસે દિવસે વધુ ઘાતક થઇ રહ્યું છે, અને યૂક્રેનના એક પછી એક મોટા શહેરોને તબાહ કરી રહ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે એક ખાસ સમાચાર સામે આવ્યા છે, રિપોર્ટ અનુસાર, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યૂક્રેનમાં સાર્વજનિક ફાંસી આપવાનો પ્લાન બનાવી રહ્યાં છે. યૂરોપિયન યૂનિયનના અધિકારીએ આ દાવો કર્યો છે. યૂક્રેનમાં વિરોધ પ્રદર્શનો પર કાર્યવાહી અને વિરોધીઓને પકડીને જેલમાં ધકેલવાનો પણ રશિયાનો પ્લાનનો એક ભાગ છે.
એક લીક થયેલા દસ્તાવેજોથી જાણવા મળ્યુ છે કે રશિયા પોતાના કબજા વાળા યૂક્રેની શહેરોમાં ત્યાંના નાગરિકોનુ મનોબળ તોડવા માંગે છે. એટલા માટે સાર્વજનિક ફાંસીની યોજના તૈયાર કરવામાં આવી છે. જેથી આને જોઇને સાંભળીને લોકોમાં ભય પેદા થાય અને તેમનુ મનોબળ તુટી જાય. વિરોધ પ્રદર્શનો પર કાર્યવાહી, રાજનીતિક વિરોધીઓની કેદ અને સાર્વજનિક ફાંસી તમામે આક્રમક રણનીતિનો ભાગ કહેવામાં આવે છે.
સૂચનાનો સ્ત્રોત એક ગુમનામ અધિકારી છે, જે રશિયાની ખુફિયા એજન્સી ફેડરલ સિક્યૂરિટી સર્વિસ, બ્લૂમબર્ગના રિપોર્ટના ડૉક્યૂમેન્ટને જોવાનો દાવો કરે છે. બ્લૂમબર્ગના રાજકીય એડિટર કિટ્ટી ડોનાલ્ડસને કહ્યું- એજન્સી હિંસક ભીડ નિયંત્રણ અને વિરોધ આયોજકોને દમનકારી હિરાસતમાં લેવાની પણ યોજના બનાવી રહ્યા છે, જેથી યૂક્રેની મનોબળનો તોડી શકાય.
આ પણ વાંચો.......
RBIમાં નોકરી મેળવવાની શાનદાર તક, 905 જગ્યા માટે ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી
બૉલીવુડની સુપર હૉટ એક્ટ્રેસને લાગ્યો કોરોનાનો ચેપ, બહેને આપી જાણકારી
SIDBI માં ગ્રેડ A ની બમ્પર પોસ્ટ માટે ભરતી બહાર પડી, અરજી પ્રક્રિયા 4 માર્ચથી શરૂ થઈ
Russia-Ukraine War: કારમાં લાગેલા કેમેરામાં કેદ થયો મિસાઇલ હુમલાનો Live Video
Tips: ડિજીટલ ડૉક્યૂમેન્ટમાં પણ આ આસાન ટ્રિકથી કરી શકો છો e-Sign, જાણો શું છે સ્ટેપ્સ...........