Russia-Ukraine War: કારમાં લાગેલા કેમેરામાં કેદ થયો મિસાઇલ હુમલાનો Live Video
રશિયા અને યુક્રેન વચ્ચે સતત આઠ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંન્ને દેશો વચ્ચે યુદ્ધ હવે ખતરનાક તબક્કે પહોંચી ગયું છે
કીવઃ રશિયા અને યુક્રેન વચ્ચે સતત આઠ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંન્ને દેશો વચ્ચે યુદ્ધ હવે ખતરનાક તબક્કે પહોંચી ગયું છે. રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કિવને ચારે તરફથી ઘેરી લીધું છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ હવે હુમલાની રણનીતિ અપનાવવાની વાત કરી છે. દરમિયાન મિસાઇલ હુમલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
#Chernigov. The rocket explosion was filmed by the car's dash cam. pic.twitter.com/vhW0U0hgH8
— NEXTA (@nexta_tv) March 3, 2022
યુક્રેનના શહેર ચેર્નિહિવમાં કારના ડેશબોર્ડ પર લગાવેલા કેમેરામાં હુમલાનો વીડિયો કેદ થયો હતો. જેમાં મિસાઈલ રોડ પર જઈ રહેલી કારની સામે એક ઈમારત પર પડી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ચિંતા વધી ગઈ છે.
એક રિપોર્ટ અનુસાર, ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈને રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીત કરી હતી. મળતી માહિતી અનુસાર, મેક્રોને પુતિન સાથે 90 મિનિટ સુધી વાત કરી છે. યુક્રેન તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે યુદ્ધમાં 9000 રશિયન સૈનિકો માર્યા ગયા છે અને 217 ટેન્ક નષ્ટ કરવામાં આવી છે. દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ Volodymyr Zelenskyyએ દાવો કર્યો હતો કે 16000 વિદેશી સૈનિકો રશિયા સામે લડવાના છે.
Tips: ડિજીટલ ડૉક્યૂમેન્ટમાં પણ આ આસાન ટ્રિકથી કરી શકો છો e-Sign, જાણો શું છે સ્ટેપ્સ...........
Russia Ukraine News : યુક્રેન પર હમલા વચ્ચે સ્વીડનમાં ઘુસ્યા રશિયાના યુદ્ધ વિમાન, મચી ગયો હડકંપ
Junagadh : 20 વીઘાના ઘઉંમાં ફાટી નીકળી આગ, પાક સળગીને થયો ખાખ, જુઓ વીડિયો