અમેરિકામાં રહેતા ભારતીયોને લાગશે મોટો ઝાટકો, બે મહિનામાં એક લાખ ગ્રીનકાર્ડ થઈ જશે રદ્દ, જાણો શું છે કારણ
ચાલુ વર્ષે રોજગાર આધારિત બે લાખ 61 હજાર 500 વિઝા મંજૂર થયા છે. સામાન્ય રીતે આ ક્વોટા એક લાખ 40 હજારનો હોય છે.
અમેરિકા (USA) માં રહેતા ભારતીય મૂળના હજારનો આઈટી પ્રોફેશનલ્સની પરેશાની વધે તેવી શક્યતા છે. આગામી બે-ત્રણ મહિનામાં એક લાખ ગ્રીન કાર્ડ રદ થાય તેવી પૂરી સંભાવના છે. 30 સપ્ટેમ્બર પહેલા જો ગ્રીન કાર્ડ રિન્યુ કરવાની દિશામાં યોગ્ય પગલા નહીં ભરાય તો અસંખ્ય લોકોની મુશ્કેલી વધી શકે છે.
રોજગાર આધારિત અપાયેલા એક લાખ ગ્રીન કાર્ડ આગામી બે-ત્રણ મહિનામાં રદ થાય તેવી શક્યતા છે. જેના કારણે ભારતીય મૂળના હજારો આઈટી પ્રોફેશનલ્સમાં રોષ ફેલાયો છે. તેમના કાયમી નિવાસનું વેઈંટિગ એકાદ દાયકા સુધી લંબાઈ જશે. આઈટી પ્રોફેશનલ્સને અપાયેલા એક લાખ જેટલા ગ્રીન કાર્ડ 30 સપ્ટેમ્બર પહેલા જો રિન્યૂ નહી થાય તો તે રદ થઈ જશે. જો એવુ થશે તો અસંખ્ય ભારતીય મૂળના પ્રોફેશનલ્સને કાયમી રહેઠાણ માટે લાંબી રાહ જોવી પડી શકે છે.
ચાલુ વર્ષે રોજગાર આધારિત બે લાખ 61 હજાર 500 વિઝા મંજૂર થયા છે. સામાન્ય રીતે આ ક્વોટા એક લાખ 40 હજારનો હોય છે. જો આ વિઝા 30 સપ્ટેમ્બર સુધીમાં ઈશ્યુ કરવામાં આવશે નહી તો તે રદ થઈ જશે. આ વિચિત્ર સ્થિતિ સામે ભારત અને ચીનના 125 આઈટી પ્રોફેશનલ્સે મળીને અમેરિકાની કોર્ટમાં અરજી કરી છે. કારણ કે અમેરિકામાં ઈમિગ્રેશન વિભાગે જ એક લાખ કરતા વધુ ગ્રીન કાર્ડ રદ થાય તેવા સંકેતો આપ્યા હતા. જો કે વ્હાઈટ હાઉસે આ મુદ્દે સત્તાવાર રીતે કોઈ જ સ્પષ્ટતા કરવાનું ટાળ્યુ હતુ.
IMPACT ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નીલ માખીજાએ કહ્યું કે તેમણે બિડેનને ગ્રીન કાર્ડની મર્યાદા અને ક્વોટા નાબૂદ કરીને અને લાંબા ગાળાના વિઝા ધારકોના 200,000 બાળકોને આવરી લેવા માટે ઇમિગ્રેશન કાયદામાં સુધારો કરવા કહ્યું હતું.
ધ વોશિંગ્ટન પોસ્ટમાં પ્રકાશિત થયેલા લેખમાં, કેટો ઇન્સ્ટિટ્યૂટના સંશોધન સ્કોલર ડેવિડ જે. નીલ માખીજા એક પ્રતિનિધિમંડળના ભાગરૂપે રાષ્ટ્રપતિ જો બિડેનને મળ્યા હતા.