Viral Video: કંગાળ પાકિસ્તાનને બચાવવા માટે શાહિદ આફ્રિદીનો શું છે પ્લાન ? જુઓ આ વીડિયો
કંગાળ સમયમાં ઇશાક ડાર ગેરજવાબદારીભર્યા નિવેદનો આપી રહ્યાં છે. હજુ હમણાં જ તેમને દેશની સમૃદ્ધિ અને વિકાૉસ માટે અલ્લાહને જવાબદાર બતાવ્યા હતા.
Pakistan Ministers On Spree: આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનની મુશ્કેલીઓ ઓછી થવાનુ નામ નથી લઇ રહી, પરંતુ દિવસે દિવસ વધી રહી છે. લોકો પાયાની જરૂરિયાતોને પુરી કરવા માટે તરસી રહ્યાં છે. મદદની આશા લગાવેલા પાકિસ્તાન ઇન્ટરનેશનલ મૉનિટરી ફન્ડ તરફ જોઇ રહ્યું છે. તેને બેસબ્રીથી 1.1 બિલિયન અમેરિકન ડૉલરની રકમનો ઇન્તજાર છે, આ પાડોશી દેશની કંગાળ સ્થિતિ સુધરતી જરાય નથી દેખાઇ રહી.
આ બધાની વચ્ચે પાકિસ્તાનનો એક વર્ગ એવો પણ છે કે, જેને દેશની કંગાળ હાલતની ચિંતા નથી. તે હજુ પણ એશો આરામની જિંદગી જીવી રહ્યો છે. પાર્ટીઓ કરી રહ્યો છે. આવી પળોમાં હવે દેશના ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરને પાકિસ્તાનના નાણામંત્રી બનાવવાની માંગ કરી છે. આ વીડિયો પણ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
ઇશ્ક ડાર સાહેબની છુટ્ટી કરાવો -
ખરેખરમાં, આ વીડિયોમાં શાહિદ આફ્રિદીએ કહ્યું કે, હું તો કહી રહ્યો છું કે, ઇશ્ક ડાર (પાકિસ્તાનના નાણામંત્રી) સાહેબની છુટ્ટી કરાવો, શોઅબ અખ્તરને નાણા મંત્રી તરીકે લઇને આવો. આને બ્રાન્ડ બનાવતા આવડે છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની કંગાળ સ્થિતિ માટે દેશના નાણા મંત્રી જ જવાબદાર છે.
Savage lala shoaib akhtar se Ham sab babar fans ka badla leyte huey 😎😂#ShahidAfridi #ShoaibAkhtar pic.twitter.com/RQ14GaHQL4
— 𝑻𝒘𝒆𝒆𝒆𝒕𝒚✨️| 𝒌𝒊𝒏𝒈 𝒃𝒂𝒃𝒂𝒓 𝒔𝒕𝒂𝒏 (@itweeetyyy__) March 15, 2023
કંગાળ સમયમાં ઇશાક ડાર ગેરજવાબદારીભર્યા નિવેદનો આપી રહ્યાં છે. હજુ હમણાં જ તેમને દેશની સમૃદ્ધિ અને વિકાૉસ માટે અલ્લાહને જવાબદાર બતાવ્યા હતા. આની સાથે જ તેમને દાવો કર્યો છે કે, તે વડાપ્રધાન શાહબાઝ શરીફના નેતૃત્વમાં પાકિસ્તાનની સ્થિતિને સુધારવાની કોશિશ કરી રહ્યાં છે.
Imran Khan Arrest: ઇમરાન ખાનની ધરપકડ પર આમને-સામને પોલીસ અને PTI સમર્થકો, ઘર્ષણ હજુ પણ યથાવત
Pakistan Political Drama: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડને લઇને પાકિસ્તાનમાં મંગળવારે (14 માર્ચે)થી શરૂ થયેલી બબાલ હજુ પણ યથાવત છે, બુધવારે સવારે પણ ઘર્ષથ જોવા મળ્યું હતુ. લાહોરમાં હજુ પણ તણાવપૂર્ણ સ્થિતિ બનેલી છે. પીટીઆઇ અધ્યક્ષ ઇમરાન ખાનની ધરપકડ કરવા માટે જમાન પાર્ક સ્થિત તેમના નિવાસસ્થાને પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી.
અહીં ઇમરાન ખાનની ધરપડક માટે પાર્ટી સમર્થકો અને પોલીસ ફોર્સની વચ્ચે 14 કલાકથી વધુ સમયથી ગતિરોધ ચાલી રહ્યો છે. હાલમાં પાર્ટી સમર્થકોના હિંસક વિરોધના કારણે ઇમરાન ખાનની ધરપકડ નથી થઇ શકી.
ઇમરાન ખાનને કરવામાં આવ્યા સવાલો -
એકબાજુ જ્યાં તંત્રે ઇમરાન ખાનને અરેસ્ટ કરવા માટે વધુ ફૉર્સની વ્યવસ્થા કરી છે, તો વળી, બીજુબાજુ ઇમરાન ખાનને પોતાના સમર્થકોને જમાન પાર્કમાં ફરીથી ભેગા થવાની અપીલ કરીને વધુ ભીડ ભેગી કરી છે. ઇમરાન ખાને બુધવારે સવારે 4:20 વાગે પોતાના સમર્થકોને સંબંધિત કર્યા અને કહ્યું કે, તેની ધરપકડ કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. એક વીડિયો સંદેશથી ઇમરાન ખાને કહ્યું જે રીતે પોલીસે અમારા લોકો પર હુમલો કર્યો છે, તેનું કોઇ ઉદાહરણ નથી. આટલા ઓછા લોકો પર આ રીતનો હુમલો કરવાનું કારણું શું છે.
પોલીસ કાર્યવાહીને ગણાવી લંડન યોજનાનો ભાગ -
ઇમરાન ખાને આરોપ લગાવ્યો છે કે, આ લંડનની યોજનાનો ભાગ છે, અને ઇમરાન ખાનને જેલમાં નાંખો, પીટીઆઇને પાડવા માટે નવાઝ શરીફ વિરુદ્ધ તમામ કેસોને ખતમ કરવા માટે અહીં એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
બીજો શહેરોમાં પણ રસ્તાં પર ઉતર્યા સમર્થકો -
રિપોર્ટ અનુસાર, પોલીસ તરફથી પીટીઆઇ સમર્થકો પર બળ પ્રયોગ કર્યા બાદ ઇમરાન ખાનની અપીલ બાદ અને સપોર્ટર ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવા માટે ઉતરી ગયા છે. ઇસ્લામાબાદ, પેશાવર, કરાંચ, રાવલપિંડી અને અન્ય શહેરોમાં પણ જોરદાર વિરોધ પ્રદર્શન શરૂ થઇ ગયુ છે.