Pakistan : ઈમરાન ખાનના નિકાહ પણ હંબક!!! ખુદ મુફ્તિએ જ કર્યો ધડાકો
Prime Minister Of Pakistan : પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાન અને બુશરા બીબીના લગ્નનું સંચાલન કરનાર મુફ્તી સઈદે બુધવારે કોર્ટમાં કહ્યું હતું કે, ઈમરાન ખાનના લગ્ન ગેરકાયદેસર અને ઈસ્લામના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
Prime Minister Of Pakistan : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પત્ની બુશરા બીબી વિશે એક મોટો ખુલાસો થયો છે. ઈમરાન ખાન અને બુશરા બીબીના લગ્ન કરાવનાર મુફ્તી સઈદે કોર્ટમાં કહ્યું છે કે, ઈમરાન ખાનના બુશરા બીબી સાથેના લગ્ન જ ગેરકાયદેસર હતા. પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાન અને બુશરા બીબીના લગ્નનું સંચાલન કરનાર મુફ્તી સઈદે બુધવારે કોર્ટમાં કહ્યું હતું કે, ઈમરાન ખાનના લગ્ન ગેરકાયદેસર અને ઈસ્લામના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
મુફ્તીએ ઈમરાન ખાન અને બુશરા બીબી વિરુદ્ધ ગેરકાયદેસર લગ્નના કેસમાં વરિષ્ઠ સિવિલ જજ નાસેર મિનુલ્લાહ સમક્ષ જુબાની આપી હતી. મુફ્તી સઈદે કોર્ટને જણાવ્યું હતું કે, ઈમરાને 1 જાન્યુઆરી 2018ના રોજ ફોન પર તેનો સંપર્ક કર્યો અને બુશરા બીબી સાથે લગ્ન કરવા કહ્યું. તેણે કહ્યું હતું કે, ઈમરાન સાથે તેના સારા સંબંધો છે કારણ કે તે તેની કોર કમિટીના સભ્ય છે. મુફ્તી સઈદના જણાવ્યા અનુસાર બુશરા બીબી સાથે એક મહિલા પણ હતી જે પોતાને પોતાની બહેન કહેતી હતી. તેણે કહ્યું હતું કે, તેણે મહિલાને પૂછ્યું કે શું લગ્ન ઈસ્લામના સિદ્ધાંતો અનુસાર થઈ શકે છે. તેમના પૂછવા પર મહિલાએ જવાબ આપ્યો કે નિકાહની શરિયતની તમામ શરતો પૂરી થઈ ગઈ છે.
નિકાહ સમયે ઇદ્દતનો સમયગાળો પૂરો થયો ન હતો
મુફ્તીએ કોર્ટને કહ્યું કે 1 જાન્યુઆરી 2018ના રોજ તેણે મહિલાના આશ્વાસન પર લગ્ન કર્યા. તેણે કહ્યું હતું કે, ઈમરાને ફેબ્રુઆરીમાં તેનો સંપર્ક કર્યો અને તેને ફરીથી લગ્ન કરવા વિનંતી કરી. મુફ્તીના જણાવ્યા અનુસાર, ઇમરાને તેમને કહ્યું હતું કે, પહેલા લગ્ન સમયે બુશરા બીબીનો ઇદ્દતનો સમયગાળો પૂરો થયો ન હતો કારણ કે નવેમ્બર 2017માં તેના છૂટાછેડા થઈ ગયા હતા.
ઈમરાને કહ્યું હતું કે, એક ભવિષ્યવાણી પ્રમાણે જો તે 1 જાન્યુઆરીએ બુશરા બીબી સાથે લગ્ન કરે છે તો તે વડાપ્રધાન બની જશે. મુફ્તી સઈદે વધુમાં કહ્યું હતું કે, ઈમરાને પોતે જ કહ્યું હતું કે, તેમના લગ્ન ગેરકાયદે છે. તેમના લગ્ન ગેરકાયદેસર છે તે જાણવા છતાં તેઓએ લગ્ન કર્યા હતું.
ખાન હાલમાં તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં આરોપોનો સામનો કરી રહ્યા છે. તોશાખાના એ પાકિસ્તાનમાં એક સરકારી વિભાગ છે, જ્યાં અન્ય સરકારોના વડાઓ, વિદેશી મહાનુભાવો દ્વારા રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સાંસદો, અમલદારો અને અધિકારીઓને આપવામાં આવતી ભેટો રાખવામાં આવે છે.
ઈમરાન ખાન પર આરોપ છે કે, તેમણે તોશાખાનામાં રાખવામાં આવેલી ભેટો (જેમાં તત્કાલીન વડાપ્રધાન તરીકે તેમને મળેલી મોંઘી ઘડિયાળ સહિત) ઓછી કિંમતે ખરીદી હતી અને પછી નફો કમાવવા માટે તેને વેચી દીધી હતી.