શોધખોળ કરો
આસામ NRCને લઈ ઈમરાન ખાને કહ્યું, મુસલમાનોને ટાર્ગેટ કરી રહી છે મોદી સરકાર
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને આજે ટ્વિટ કરીને કહ્યું, કાશ્મીર પર ગેરકાયદેસર કબજો મુસલમાનો સામે આ રણનીતિનો જ હિસ્સો છે.
નવી દિલ્હીઃ વારંવાર કાશ્મીર મુદ્દે નીચા જોણું થયા હોવા છતાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન ભારતના આંતરિક મુદ્દા પર ટિપ્પણી કરવામાંથી ઊંચા નતી આવતા. તેમણે હવે આસામ એનઆરસીના ફાઈનલ રિપોર્ટને ધર્મ સાથે જોડી દીધો છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને આજે ટ્વિટ કરીને કહ્યું, ભારતીય અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં મોદી સરકાર દ્વારા મુસલમાનોના સફાયાનો રિપોર્ટ વિશ્વભરમાં ખતરાની ઘંટડી છે. કાશ્મીર પર ગેરકાયદેસર કબજો મુસલમાનો સામે આ રણનીતિનો જ હિસ્સો છે.
આસામમાં નેશનલ સિટીઝન રજિસ્ટર (એનઆરસી)નું અંતિમ લિસ્ટ જાહેર થઈ ગયું છે. જેમાં 19 લાખ 657 લોકોનું નામ નથી. આ લિસ્ટમાં 3 કરોડ 11 લાખ 21 હજાર 4 લોકો સામેલ કરવામાં આવ્યા હતા. સરકારે કહ્યું કે જે કોઈનું નામ એનઆરસી લિસ્ટમાં નથી, તેનો મતલબ એ નથી કે તે વિદેશી બની ગયા કારણ કે ઉચિત કાનૂની પ્રક્રિયા બાદ ફોરેઇન ટ્રિબ્યૂનલ (એફટી) આ મામલે નિર્ણય લઈ શકે છે. જેનું નામ ન હોય તેમણે ફૉરેન ટ્રિબ્યૂનલમાં દસ્તાવેજો સાથે 120 દિવસમાં રજૂઆત કરવાની રહેશે.
નેશનલ સિટીઝન રજિસ્ટર આસામમાં રહેતા ભારતીય નાગરિકોની એક યાદી છે. તેને રાજ્યમાં ગેરકાયદેસર રીતે ઘૂસી આવેલા કથિત બાંગ્લાદેશીઓ વિરુદ્ધ આસામમાં છ વર્ષ સુધી ચાલેલા લાંબા જનઆંદોલનના પરિણામ તરીકે પણ જોઈ શકાય છે. આસામમાં સૌપ્રથમ વાર 1951માં એનઆરસી બનાવવામાં આવ્યું હતું.
આ સ્ટાર એકટ્રેસે પાર્ટીમાં સાથી કલાકારનું ઉતારી નાંખ્યું પેન્ટ ને..........
મયંક અગ્રવાલે પ્રથમ દિવસના અંતે વેસ્ટ ઈન્ડિઝના 140 કિલો વજનના ખેલાડીની કરી પ્રશંસા, જાણો શું કહ્યું
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement