ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનની જનરલ શાહિર મિર્ઝા પ્રથમ ઇન્ટરવ્યુ, જાણો બંને દેશને લઇને શું કર્યું નિવેદન
શાંગરી-લા ડાયલોગ ફોરમમાં હાજરી આપવા માટે સિંગાપોર પહોંચેલા પાકિસ્તાનના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન મિર્ઝાએ જણાવ્યું હતું કે, બંને સેનાઓએ સૈનિકોની સંખ્યા ઘટાડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

ભારત-પાકિસ્તાન તણાવ ઓછો થયા પછી, બંને પક્ષોએ સરહદ પર પોતાના સૈનિકોની સંખ્યા ઘટાડવાનું શરૂ કરી દીધું છે. દરમિયાન, પાકિસ્તાની સેનાના જનરલ સાહિર શમશાદ મિર્ઝાએ ધમકી આપી છે કે ભવિષ્યમાં હજુ પણ તણાવ વધવાનું જોખમ છે.
શાંગરી-લા ડાયલોગ ફોરમમાં ભાગ લેવા માટે સિંગાપોર પહોંચેલા પાકિસ્તાની જનરલ સાહિર શમશાદ મિર્ઝાએ કહ્યું કે સંઘર્ષ દરમિયાન પરમાણુ શસ્ત્રો અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, પરંતુ તે એક ખતરનાક પરિસ્થિતિ હતી.
View this post on Instagram
'પરમાણુ સંપન્ન પડોશી વચ્ચે તણાવ ખતરનાક
"આ વખતે કંઈ થયું નથી, પરંતુ તમે કોઈપણ સમયે કોઈપણ વ્યૂહાત્મક ખોટી ગણતરીને નકારી શકતા નથી, કારણ કે જ્યારે કોઈ કટોકટી હોય છે, ત્યારે પ્રતિભાવો અલગ હોય છે," જનરલ મિર્ઝાએ રોઇટર્સને એક મુલાકાતમાં જણાવ્યું હતું. ભલે અઘોષિત યુદ્ધ બંધ થયું હોય પરંતુ બંને દેશ વચ્ચે ખતરનાક તણાવની સ્થિતિ યથાવત છે હજું પણ અસ્થિરતા બનેલી છે.
તેમણે કહ્યું કે ભવિષ્યમાં તણાવ વધવાનું જોખમ વધ્યું છે કારણ કે તાજેતરની લડાઈ કાશ્મીરના વિવાદિત ક્ષેત્રથી આગળ દરેક દેશના મુખ્ય ભૂમિ સુધી વિસ્તરી છે, જેના પર બંને દેશો સંપૂર્ણ દાવો કરે છે, પરંતુ ફક્ત કેટલાક ભાગો પર નિયંત્રણ છે.
'આપણે લગભગ 22 એપ્રિલ પહેલાની પરિસ્થિતિમાં પાછા આવી ગયા છીએ'
પાકિસ્તાનના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન મિર્ઝાએ જણાવ્યું હતું કે, બંને સેનાઓએ સૈનિકોની સંખ્યા ઘટાડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઓપરેશન સિંદૂર પછી પહેલીવાર જાહેર મંચ પર બોલતા, વરિષ્ઠ પાકિસ્તાની જનરલ મિર્ઝાએ કહ્યું, "આપણે લગભગ 22 એપ્રિલ પહેલાની પરિસ્થિતિમાં પાછા આવી ગયા છીએ અથવા તો આપણે તે પરિસ્થિતિની નજીક પહોંચી ગયા છીએ.





















