શોધખોળ કરો
ભારત સામે પાકિસ્તાનને ચાલી નવી ચાલ, UNમાં પત્ર લખીને કરી આ ખાસ માંગ, જાણો વિગતે
પાકિસ્તાને પત્રમાં પ્રિયંકા ચોપડાને ગુડવિલ એમ્બેસેડર પરથી હટાવાની માંગ કરી છે. આ પત્ર હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન ભારત સામે જુદાજુદા કાવતરા રચી રહ્યું છે, હવે આ કડીમાં પાકિસ્તાને પ્રિયંકા ચોપડાને પણ લઇ લીધી છે. પાકિસ્તાને યુએનમાં એક પત્ર લખ્યો છે જેમાં પ્રિયંકા ચોપડાને યુનિસેફની ગુડવિલ એમ્બેસેડરની પૉસ્ટ પર સવાલ ઉઠાવ્યા છે. પાકિસ્તાને આ પત્ર UNICEFના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટરને લખ્યો છે. પાકિસ્તાનને પત્ર લખીને બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાને યુએનની ગુડવિલ એમ્બેસેડર ફૉર પીસના પદ પરથી હટાવવાની માંગ કરી છે. પત્રમાં શિરીન માઝરીએ લખ્યું કે, ''તમે પ્રિયંકા ચોપડાને યુએનની ગુડવિલ એમ્બેસેડર બનાવી છે, ભારતના ભાગ વાળા કાશ્મીરમાં જે કંઇ થયુ છે, તે મોદી સરકારના આંતરરાષ્ટ્રીય સંમેલનોના ઉલ્લંઘન કરવાના કારણે થયુ છે."
પાકિસ્તાને પત્રમાં પ્રિયંકા ચોપડાને ગુડવિલ એમ્બેસેડર પરથી હટાવાની માંગ કરી છે. આ પત્ર હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.Sent letter to UNICEF chief regarding UN Goodwill Ambassador for Peace Ms Chopra pic.twitter.com/PQ3vwYjTVz
— Shireen Mazari (@ShireenMazari1) August 21, 2019
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ





















