શોધખોળ કરો

PAK આર્મીનો દાવો- તમામ આતંકી માર્યા ગયા, બલોચ આર્મીએ કહ્યુ- 'હજુ 150 લોકો બંધક, 100 જવાન માર્યા ગયા'

Pakistan Train Hijack News: ડીજી આઈએસપીઆરએ જણાવ્યું હતું કે, "સુરક્ષા દળોએ કાર્યવાહી કરી અને 33 આતંકવાદીઓને ઠાર માર્યા

Pakistan Train Hijack News: બલુચિસ્તાનમાં ટ્રેન હાઇજેકનો મામલો વધુ જટિલ બની રહ્યો છે. બલોચ લિબરેશન આર્મી અને પાકિસ્તાની સરકાર બંને અલગ અલગ દાવા કરી રહ્યા છે. પાકિસ્તાની સેનાનો દાવો છે કે બધા આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા છે અને બંધકોને બચાવી લેવામાં આવ્યા છે. પાકિસ્તાને આ કાર્યવાહીમાં તેના ચાર સૈનિકોના મોતનો પણ સ્વીકાર કર્યો છે. દરમિયાન, BLAનો દાવો છે કે આ ઘટનામાં 100થી વધુ પાકિસ્તાની સૈન્ય કર્મચારીઓ માર્યા ગયા હતા અને હજુ પણ 150ને બંધકો બનાવ્યા છે.

'ઓપરેશન અગાઉ આતંકવાદીઓએ 21 મુસાફરોની હત્યા કરી હતી'

જાફર એક્સપ્રેસ ટ્રેન પર થયેલા આતંકવાદી હુમલા અંગે ડીજી આઈએસપીઆરએ જણાવ્યું હતું કે, "11 માર્ચે બપોરે 1 વાગ્યે બોલનના દાદર વિસ્તારમાં આતંકવાદીઓએ ટ્રેનના પાટા ઉડાવી દીધા હતા અને મુસાફરોને બંધક બનાવ્યા હતા. ટ્રેનમાં 440 મુસાફરો સવાર હતા. સુરક્ષા દળો કાર્યવાહી શરૂ કરે તે પહેલાં આતંકવાદીઓએ 21 નિર્દોષ મુસાફરોની હત્યા કરી દીધી હતી. આતંકવાદીઓએ 3-4 જૂથોમાં મુસાફરોને બંધક બનાવ્યા હતા. આતંકવાદીઓ અફઘાનિસ્તાનમાં તેમના હેન્ડલર્સ (વિદેશી હેન્ડલર્સ સહિત) સાથે વાત કરી રહ્યા હતા અને તેમની પાસેથી સૂચનાઓ લઈ રહ્યા હતા."

બધા આતંકવાદીઓ માર્યા ગયા - પાકિસ્તાન

ડીજી આઈએસપીઆરએ જણાવ્યું હતું કે, "સુરક્ષા દળોએ કાર્યવાહી કરી અને 33 આતંકવાદીઓને ઠાર માર્યા અને તમામ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા. આ કાર્યવાહી દરમિયાન કોઈ મુસાફર ઘાયલ થયો ન હતો. આ જઘન્ય અને કાયરતાપૂર્ણ હુમલામાં સામેલ તમામ આતંકવાદીઓ સ્થળ પર જ માર્યા ગયા હતા."

તેમણે કહ્યું કે આતંકવાદીઓના હુમલામાં ત્રણ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા જ્યારે કાર્યવાહી દરમિયાન એક સૈનિકનું મોત નીપજ્યું હતું. તેમણે કહ્યું કે હવે બધા આતંકવાદીઓ અને તેમના વિદેશી હેન્ડલર્સ વિરુદ્ધ નિર્દયતાથી કાર્યવાહી કરવામાં આવશે.

150 સૈનિકો હજુ પણ અમારા બંધકો - BLAનો દાવો

બલોચ લિબરેશન આર્મી (BLA) એ ગઈકાલે (મંગળવાર, 11 માર્ચ, 2025) એક નિવેદન બહાર પાડીને કહ્યું કે તેમણે ફક્ત સેના અને ISI અધિકારીઓને બંધક બનાવ્યા છે અને બાકીનાને છોડી દીધા છે. આ પછી 12 માર્ચે BLA એ કહ્યું કે તેઓએ હમણાં જ 100 પાકિસ્તાની કર્મચારીઓને મારી નાખ્યા છે. BLA એ જણાવ્યું હતું કે તેમણે બુધવારે માત્ર એક કલાકમાં 50 બંધકોને મારી નાખ્યા હતા. બલૂચ લિબરેશન આર્મીએ જણાવ્યું હતું કે 11 માર્ચની રાત્રે પાકિસ્તાનના ડ્રોન હુમલાના જવાબમાં BLA એ 10 બંધકોને મારી નાખ્યા હતા. તેઓ દાવો કરી રહ્યા છે કે તેમની પાસે હજુ પણ 150 બંધકો છે.

ટોપ સ્ટોરી

FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Embed widget