શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કાશ્મીર મુદ્દે પાકિસ્તાની સ્ટાર એક્ટ્રેસે પત્રકારને એવું શુ કહ્યું કે પાકિસ્તાનીઓ જ ભડક્યા, જાણો વિગતે
કાશ્મીર મુદ્દાને લઇને એક્ટ્રેસ મેહવિશ હયાતને પ્રશ્ન પુછ્યો ત્યારે એક્ટ્રેસે ઘસીને તેના પર કૉમેન્ટ કરવાની ના પાડી દીધી હતી
કરાંચીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ કાશ્મીર મુદ્દાને લઇને શીતયુદ્ધ ચાલી રહ્યું છે, પાક પીએમ ઇમરાન ખાન વારંવાર કાશ્મીરને લઇને ભારતને યુદ્ધની ધમકી આપી રહ્યાં છે. કાશ્મીર મુદ્દે હવે દરેક પાકિસ્તાનીઓ ભારત તરફ ક્રોધ અને ગુસ્સાની લાગણીથી જોઇ રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે પાકિસ્તાનની સ્ટાર એક્ટ્રેસ મેહવિશ હયાતે જ પાકિસ્તાનને નીચુ જોવડાવે તેવુ કામ કર્યુ છે.
ખરેખર, જ્યારે એક પત્રકારે કાશ્મીર મુદ્દાને લઇને એક્ટ્રેસ મેહવિશ હયાતને પ્રશ્ન પુછ્યો ત્યારે એક્ટ્રેસે ઘસીને તેના પર કૉમેન્ટ કરવાની ના પાડી દીધી હતી. આ જોઇને પાકિસ્તાનીઓ જ પાક એક્ટ્રેસ મેહવિશ હયાત પર ભડક્યા હતા, અને સોશ્યલ મીડિયામાં તેને ટ્રૉલ કરવા લાગ્યા હતા.
સોશિયલ મીડિયા પર મેહવિશ હયાતનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં પાકિસ્તાની પત્રકાર તેને વારંવાર કાશ્મીરનાં મુદ્દા પર પ્રશ્ન પુછે છે, પરંતુ તે આનો જવાબ આપવાથી બચે છે. તેણે ફક્ત એટલું જ કહ્યું કે, “મને આ મુદ્દે બોલવાની ના કહી દેવામાં આવી છે.” ત્યારબાદ આ વિડીયો વાયરલ થતા મેહવિશને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી. લોકો આ મુદ્દે તેના મૌનને ભારતનું સમર્થન ગણાવી રહ્યા છે.
જો કે ત્યારબાદ મેહવિશ હયાતે ટ્વિટ કરીને સ્પષ્ટતા આપતા કહ્યું કે, ‘તેને જ્યાં પ્રશ્ન કરવામાં આવ્યો હતો તે ચેરિટી ઇવેન્ટ હતી અને તેને આ મદ્દે બોલવાની ના કહી દેવામાં આવી હતી.’ ઉલ્લેખનીય છે કે કાશ્મીરનાં મુદ્દા પર પાકિસ્તાન આંતરરાષ્ટ્રિય મંચ પર અલગ-થલગ પડી ચુક્યું છે. ઇમરાન ખાન દરેક જગ્યાએ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યાનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે, પરંતુ કોઈ તેમનો સાથ નથી આપી રહ્યું.Who has stopped @MehwishHayat from speaking about #Kashmir? pic.twitter.com/1UGG1qsHQT
— Naimat Khan (@NKMalazai) September 30, 2019
The leaked video is being taken out of context. I’ve been the most vocal on #Kashmir issue globally & will continue to do so. I have big plans for next steps. This was a charity event & was requested by the PR not to be political ¬ distract from the orphans I was there to help
— Mehwish Hayat TI (@MehwishHayat) September 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion