શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાની પાયલટને ભારતીય સમજીને પાકિસ્તાનીઓએ જ મારી નાંખ્યો, ઉડાવી રહ્યો હતો F-16
નવી દિલ્હીઃ પાકિસ્તાનની તરફથી ભારતીય સરહદમાં એર સ્ટ્રાઈકના ઉદ્દેશથી ઘુસી આવેલ પાકિસ્તાની પાયલ શહાજુદ્દીનને પાકિસ્તાનના લોકોએ જ મારી નાંખ્યો. પાકિસ્તાની ફાઈટર જેટ એફ-16ને ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદને મારી પાડ્યું હતું. આ ફાઈટર જેટને પાયલટ શહાજુદ્દીન ઉડાવી રહ્યા હતા.
અંગ્રેજી વેબસાઈટ ફર્સ્ટ પોસ્ટના અહેવાલ અનુસાર એફ-16 ફાઈટર જેટ ક્રેશ થયા બાદ પાયલટ શહાજુદ્દીન પેરાશૂટ દ્વારા નીકળ્યો હતો. પેરાશૂટ દ્વારા તે પીઓખેના નૌશેરા સેક્ટરમાં પહોંચી ગયો. ત્યાં પહોંચ્યા બાદ લોકોએ તેને ભારતીય પાયલટ સમજીને ઢોરમાર મારી મારી નાંખ્યો હતો.
જ્યાં સુધીમાં લોકોને ખબર પડી કે વિંગ કમાન્ડર શહાજુદ્દીન પાકિસ્તાની છે ત્યાં સુધી મોડું થઈ ગયું હતું. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોત પરંતુ ત્યાં સુધીમાં વિંગ કમાન્ડરની મોત થઈ ગઈ હતી. શહાજુદ્દીનની મોતના અહેવાલનો ખુલાસો લંડનના એક વકિલ ખાલિદ ઉમરે કર્યો. ખાલિદ અનુસાર તેને એફ-16 વિમાન ઉડાવી રહેલ વાયલટના પરિવારજનો તરફતી જાણકારી મળી હતી કે શહાજુદ્દીનનું વિમાન તોડી પાડવામાં આવ્યું છે. શહાજુદ્દીન પોતાના વિમાનમાંથી નીકળી ગયો હતો. જ્યારે તે જમીન પર પહોંચ્યો ત્યારે ભીડે તેને ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર સમજીને માર માર્યો હતો. શહજાજ પાકિસ્તાનના એરફોર્સમાં 19 સ્કોવાડ્રનમાં પાયલટ હતા. આ સ્ક્વાડ્રનને શેર દિલ્સ પણ કહેવાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion