શોધખોળ કરો

'જો અમારી સેનાનું મગજ ગયુ તો ભારત પાસેથી કાશ્મીર પડાવી લેશે, ભૂખ્યા પેટે લડીશું'- પાકિસ્તાનીઓને મજાકીયો વીડિયો વાયરલ

ભારતના કાશ્મીર વિશે વાત કરતાં એક પાકિસ્તાની વ્યક્તિએ કહ્યું કે અમે ભારત પાસેથી કાશ્મીર પડાવી લઈશું. કાશ્મીરમાં કોઈ વિકાસ થઈ રહ્યો નથી

Pakistani On Kashmir: ભારત અને પાકિસ્તાનને વિશ્વ ફલક પર હંમેશા બે કટ્ટર દુશ્મનો જ માનવામાં આવી રહ્યાં છે, વર્ષ 1947માં બન્ને દેશો ભારત અને પાકિસ્તાન એક જ એક જ દિવસે ને એક જ સમયે આઝાદ થયા હતા. આજે આઝાદી મળ્યાના 75 વર્ષ પુરા થઇ ગયા છે, અને બન્ને વચ્ચે દુશ્મનીનો અંત હજુ સુધી આવી શક્યો નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 4 યુદ્ધો થઈ ચૂક્યા છે. જોકે, આ 4 યુદ્ધોમાં દરેકવાર પાકિસ્તાનની હાર થઈ છે અને ભારત હંમેશા જીતતું આવ્યું છે. આમ છતાં પાકિસ્તાની લોકોને લાગે છે કે તેઓ ભારત સામેના દરેક યુદ્ધ જીતી ગયા છે.

હાલમાં જ એક પાકિસ્તાની યુટ્યુબર શોએબ મલિકે પોતાની યુટ્યુબ ચેનલ ધ રીયલ એન્ટરટેઈનમેન્ટ માટે પાકિસ્તાની લોકો સાથે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ વિશે વાત કરી હતી. તેમને કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનના લોકો સાથે પણ વાત કરી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1965ના યુદ્ધ વિશે વાત કરતી વખતે એક વ્યક્તિએ કહ્યું કે અમે 1965નું યુદ્ધ જીતી ગયા છીએ. પાકિસ્તાની વ્યક્તિએ કહ્યું કે, ભારત સાથે અમારી લડાઈનું એકમાત્ર માધ્યમ કાશ્મીર પર પાકિસ્તાનનો કબજો છે.

'ભૂખ્યું પેટ લડી લઇશું' 
ભારતના કાશ્મીર વિશે વાત કરતાં એક પાકિસ્તાની વ્યક્તિએ કહ્યું કે અમે ભારત પાસેથી કાશ્મીર પડાવી લઈશું. કાશ્મીરમાં કોઈ વિકાસ થઈ રહ્યો નથી, અને બીજી વ્યક્તિએ કહ્યું કે આપણે કાશ્મીર પર બહુ જ આસાનીથી જીત મેળવી શકીએ છીએ. તે વ્યક્તિએ કહ્યું કે ભારતનું કાશ્મીર આપણું છે. એક સમય એવો આવશે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે અને માત્ર કાશ્મીર જ નહીં પરંતુ આખું ભારત આપણા કન્ટ્રૉલમાં આવી જશે. આ ઉપરાંત પાકિસ્તાની વ્યક્તિએ વાહિયાત નિવેદન આપતા કહ્યું કે જ્યારે યુદ્ધની વાત આવે છે ત્યારે આપણે પેટ પર પથ્થરો બાંધીને ભૂખ્યા પેટે લડી શકીએ છીએ.

ભારત અને પાકિસ્તાન વચ્ચે થયા છે 4 યુદ્ધો - 
ઈતિહાસમાં નજર કરીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે આઝાદી બાદ 4 યુદ્ધો લડાયા છે. આ યુદ્ધો વર્ષ 1948, 1965, 1971 અને 1999માં લડાયા હતા. ભારતે આ તમામ યુદ્ધો જીત્યા છે. આનું પરિણામ એ આવ્યું કે વર્ષ 1971માં પાકિસ્તાનને ભારત પાસેથી મળેલી હાર સિવાય તેને પૂર્વ પાકિસ્તાન ગુમાવવું પડ્યું, જે બાદમાં નવા દેશ બાંગ્લાદેશ તરીકે ઉભરી આવ્યું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget