શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Philippine Plane Crash: 85 સૈનિકોને લઈ જતુ મિલેટ્રીનું પ્લેન લેન્ડિગ દરમિયાન ક્રેશ, મૃત્યુઆંક 45 પર પહોંચ્યો
આર્મી ચીફ જનરલ સિરિલિટો સોબેજાનાએ AFPને જણાવ્યું કે સી-130 પ્લેનમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 45 પર પહોંચી ગયો છે.
ફિલિપાઈન્સમાં 85 સૈનિકોએ લઈને જઈ રહેલું એક મિલિટ્રી પ્લેન રવિવારે ક્રેશ થઈ ગયું હતું. આર્મી ચીફ જનરલ સિરિલિટો સોબેજાનાએ AFPને જણાવ્યું કે સી-130 પ્લેનમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 45 પર પહોંચી ગયો છે.
ફિલીપાઇન્સ મિલિટ્રી પ્લેનમાં 85 લોકો સવાર હતા. આર્મ ફોર્સના વડાએ રવિવારે સવારે આ માહિતી આપી હતી. અત્યાર સુધીમાં 40 લોકોને બચાવી લેવાયા હોવાનો તેમણ દાવો કર્યો છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે સમયે દુર્ઘટના બની તે સમયે પ્લેન સુલુ રાજ્યના જોલો આઈલેન્ડ પર લેન્ડ કરવાની કોશિશ કરી રહ્યું હતું.
સોબેજાનાએ જણાવ્યું કે રાહત અને બચાવ દળના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા છે. અમે ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે કે દુર્ઘટનામાં ઓછામાં ઓછા લોકોને નુકસાન પહોંચે. પ્લેનમાં જઈ રહેલા લોકોએ તાજેતરમાં જ બેઝિક મિલિટ્રી ટ્રેનિંગ લીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion