(Source: ECI/ABP News/ABP Majha)
PM Modi In Qatar: આજે PM મોદી કતારના અમીર શેખ તમીમ સાથે કરશે મુલાકાત, વિદેશમંત્રી સાથે આ મુદ્દા પર થશે ચર્ચા
PM Modi In Qatar: ગુરુવારે વડાપ્રધાન મોદી અમીર શેખ તમીમ બિન હમદ અલ થાની સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે.
PM Modi In Qatar: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુધાબીની સફળ મુલાકાત બાદ બુધવારે મોડી રાત્રે કતાર પહોંચ્યા હતા. પીએમ મોદીએ દોહામાં જ ટોચના અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. 2014માં વડાપ્રધાન બન્યા બાદ વડાપ્રધાન મોદી બીજી વખત કતાર ગયા છે. ગુરુવારે વડાપ્રધાન મોદી અમીર શેખ તમીમ બિન હમદ અલ થાની સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. ઉલ્લેખનીય છે કે મંગળવારે UAE અને કતાર જવા રવાના થતા પહેલા PM મોદીએ કહ્યું હતું કે તેઓ કતારના શાસકને મળવા આતુર છે. પીએમ મોદીએ કહ્યું હતું કે કતારમાં અમીર શેખ તમીમના નેતૃત્વમાં જબરદસ્ત વિકાસ અને પરિવર્તનનો સમયગાળો ચાલી રહ્યો છે.
"Giving a fillip to the historic and deep-rooted bonds with Qatar! PM Modi arrives on a visit to Doha. Received by State Minister for Foreign Affairs of Qatar, Soltan bin Saad Al-Muraikhi at the airport. Wide-ranging talks with Qatari leadership on strengthening bilateral… pic.twitter.com/v96EbufcZ7
— ANI (@ANI) February 14, 2024
રોકાણ, ઉર્જા અને નાણાકીય ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ચર્ચા
બુધવારે મોડી રાત્રે પીએમ મોદીની દ્વિપક્ષીય મંત્રણા અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ, ઉર્જા અને નાણા જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા પર ચર્ચા થઈ હતી. પીએમ મોદીની મધ્ય એશિયાઈ દેશ કતાર (પશ્ચિમ એશિયા)ની મુલાકાત એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તાજેતરમાં જ કતારે આઠ ભૂતપૂર્વ મરીનની સજા માફ કરી છે. સાત નાગરિકો ભારત પરત ફર્યા છે.
#WATCH | Prime Minister Narendra Modi and Qatar Prime Minister and Foreign Minister Sheikh Mohammed bin Abdulrahman Al Thani hold bilateral talks in Qatar's Doha.
— ANI (@ANI) February 14, 2024
(Source: DD News) pic.twitter.com/wiH3wqZNSK
દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત કરવા પર ચર્ચા
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને દેશો વચ્ચે ભાગીદારીને મજબૂત કરવા પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. પીએમ મોદીએ દોહામાં કતારના વડાપ્રધાન અને વિદેશ પ્રધાન એચએચ મુહમ્મદ બિન અબ્દુલ રહેમાન સાથે બેઠક યોજી હતી અને દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત કરવા વિશે વિગતવાર વાત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારત કતાર સાથે ઐતિહાસિક અને ગાઢ સંબંધોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. કતારના ટોચના નેતૃત્વ સાથે વ્યાપક વાટાઘાટોનું આયોજન કરવામાં આવ્યું છે.