(Source: ECI/ABP News/ABP Majha)
Afghanistan President Resigns: અફઘાનિસ્તાનમાં આવશે તાલિબાની રાજ, રાષ્ટ્રપતિ અસરફ ગનીએ આપ્યું રાજીનામું
અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજ આવ્યું છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અસરફ ગનીએ રાજીનામુંઆપ્યું છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજ આવ્યું છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અસરફ ગનીએ રાજીનામુંઆપ્યું છે. તાલિબાન કમાન્ડર મુલ્લા અબ્દુલ ગની બરારના દોહાથી કાબૂલ પહોંચવાના સમાચાર સામે આવ્યા છે. તેઓ અફઘાનિસ્તાનના નવા રાષ્ટ્રપતિ હોઈ શકે છે.
રવિવારે તાલિબાન કાબુલમાં પ્રવેશ્યું કે તરત જ અફઘાન સરકાર તેમની સાથે સમાધાન કરવા સંમત થઈ. અફઘાનિસ્તાનના કાર્યકારી ગૃહપ્રધાન અબ્દુલ સત્તાર મિરજકવાલે જણાવ્યું હતું કે તાલિબાન કાબુલ પર હુમલો ન કરવા સંમત થયા છે. તેઓ સત્તાનું શાંતિપૂર્ણ હસ્તાંતરણ ઇચ્છે છે અને તે આ માટે રાજી થઈ ગયા છે. નાગરિકોને તેમની સલામતી વિશે નિશ્ચિત રહે. તાલિબાને એક નિવેદન પણ જાહેર કરીને કહ્યું છે કે તે નાગરિકોની સલામતીની બાંયધરી આપે છે.
તાલિબાને કાબુલની બહરામ જેલ પછી પુલ-એ-ચરખી જેલને પણ તોડી દીધું છે અને આશરે 5 હજાર કેદીઓને છોડાવી દીધા છે. પુલ-એ-ચરખી અફઘાનિસ્તાનની સૌથી મોટી જેલ છે. અહી મોટેભાગે તાલિબાનના લડાકુઓ બંધ હતા
તાલિબાને કાબુલના ચાર બહારના જિલ્લાઓમાં કબજો કરી લીધો છે. સારોબી, બગરામ, પગમાન અને કારબાગ. જોકે તાલિબાને પોતાના લડાકુઓને કાબુલની બહારના ગેટ પર રોકાવા માટે કહ્યુ હતું. કાબુલના નાગરીકો જણાવી રહ્યા છે કે કાબુલમાં લોકો પોતાના ઘરો પર તાલિબાનના સફેદ ધ્વજ લગાવી રહ્યા છે.