PM Modi US Visit: વોશિંગ્ટન પહોંચ્યા PM મોદી, એરપોર્ટ પર આપવામાં આવ્યું ગાર્ડ ઓફ ઓનર
PM Modi US Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અમેરિકાના પ્રવાસે ગયા છે. તેમની અમેરિકાની મુલાકાતનો બીજો દિવસ (21 જૂન) ન્યૂયોર્કમાં યુએન હેડક્વાર્ટર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર આયોજિત ઐતિહાસિક સમારોહથી શરૂ થયો.
PM Modi US Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અમેરિકાના પ્રવાસે ગયા છે. તેમની અમેરિકાની મુલાકાતનો બીજો દિવસ (21 જૂન) ન્યૂયોર્કમાં યુએન હેડક્વાર્ટર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર આયોજિત ઐતિહાસિક સમારોહથી શરૂ થયો. જે બાદ પીએમ વોશિંગ્ટન પહોંચ્યા હતા. પીએમ મોદી મંગળવારે (20 જૂન) અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી જિલ બિડેનના આમંત્રણ પર અમેરિકા પહોંચ્યા હતા.
#WATCH | Prime Minister Narendra Modi lands at the Joint Base Andrews in Washington, DC. pic.twitter.com/qTZlZa3E0k
— ANI (@ANI) June 21, 2023
નોંધાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવમા યોગ દિવસ નિમિત્તે સંયુક્ત રાષ્ટ્રમાં આયોજિત યોગ સત્રની આગેવાની કરી હતી. આ સાથે જ જાણે સંયુક્ત રાષ્ટ્રનું હેડક્વાર્ટર જ યોગમય બની ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો. જોકે આ દરમિયાન પીએમ મોદીએ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે.
#WATCH | National anthems of India and the United States played at the Joint Base Andrews, as Prime Minister Narendra Modi arrives in Washington, DC. pic.twitter.com/mHbfODEJpM
— ANI (@ANI) June 21, 2023
પીએમ મોદી વિશ્વના એકમાત્ર એવા વડાપ્રધાન બન્યા છે જેમણે આટલી મોટી સંખ્યામાં વિદેશી પ્રતિનિધિઓ સામે યોગ કર્યા હોય. સંયુક્ત રાષ્ટ્રમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન તેમને આ ઉપલબ્ધિ માટે એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. PMએ કહ્યું હતું કે, યોગ ભારતમાંથી આવ્યો છે પરંતુ તે કોપીરાઈટથી મુક્ત છે. તેના માટે કોઈ પેટન્ટ નથી, કે તેના બદલામાં રોયલ્ટીના પૈસા ચૂકવવાની કોઈ જરૂર નથી.
યુનાઈટેડ નેશન્સનું હેડક્વાર્ટર ન્યુયોર્કમાં આવેલું છે અને તમામ દેશોમાં ઓફિસો ધરાવે છે. આ સ્થિતિમાં જ્યારે નવમા યોગ દિવસ નિમિત્તે સંયુક્ત રાષ્ટ્રમાં એક વિશેષ યોગશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે લગભગ તમામ દેશોના રાજદ્વારીઓએ તેમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચ સ્તરીય અધિકારીઓ ઉપરાંત, વિવિધ દેશોના રાજદ્વારીઓ અને વિશ્વભરની અગ્રણી હસ્તીઓ હાજર રહી હતી. આશરે 183 દેશોના પ્રતિનિધિઓએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે છે. ત્યાર બાદ પીએમ મોદી બે દિવસ માટે ઇજિપ્ત જશે. નરેન્દ્ર મોદી ભારતીય સમય અનુસાર મંગળવારે મોડી રાત્રે લગભગ 10.30 વાગ્યે અમેરિકા પહોંચ્યા હતા. ન્યૂયોર્કના એરપોર્ટ પર ભારતીય સમુદાયના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પીએમ અમેરિકાના ખાસ આમંત્રણ પર રાજ્યની મુલાકાતે અમેરિકા ગયા છે. બંને દેશો વચ્ચે મોટો સંરક્ષણ સોદો થવાનો છે. ભારતમાં જ છેલ્લા એક સપ્તાહમાં તેની રૂપરેખા નક્કી કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત શા માટે ખાસ છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ અમેરિકન પ્રવાસ ઘણી રીતે ખાસ છે. વડાપ્રધાન તરીકે મોદીની આ છઠ્ઠી અમેરિકા મુલાકાત છે. જોકે, આ પહેલીવાર છે જ્યારે તેઓ સ્ટેટ વિઝિટ છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી વ્હાઇટ હાઉસમાં જો બાઈડેન સાથે મુલાકાત કરશે. પીએમ મોદીના સન્માનમાં સ્ટેટ ડિનરનું આયોજન કરવામાં આવશે. બીજા દિવસે કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધશે. પીએમ મોદી છેલ્લા દિવસે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનને પણ મળશે.
22 જૂને પીએમ મોદી યુએસ સંસદની સંયુક્ત બેઠકને પણ સંબોધિત કરશે. આ પહેલા તેઓ વર્ષ 2016માં અમેરિકી સંસદને સંબોધિત કરી ચૂક્યા છે. પીએમ મોદી અમેરિકાની સંસદને બે વાર સંબોધન કરનાર પ્રથમ ભારતીય નેતા છે. વડાપ્રધાન મોદીના અમેરિકન પ્રવાસ દરમિયાન અનેક મહત્વના કરાર થવાની આશા છે. માનવામાં આવે છે કે ભારતને મહાસત્તા બનાવવા માટે આ અત્યાર સુધીનો સૌથી મોટો સંરક્ષણ સોદો હશે.