Putin-Boris: યુક્રેન યુદ્ધ પહેલા 'માથાભારે' પુતિને જ્હોન્સનને ખુલ્લી ધમકી આપતા કહેલું- 1 જ મીનિટમાં....
ભૂતપૂર્વ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને રશિયાના રાષ્ટ્રપતિ લ્વાદિમીર પુતિને રીતસરની ધમકી આપી હોવાનો ખુલાસો થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
Putin Warns Boris Johnson Ex Uk Pm : રશિયાના હુમલા બાદ બ્રિટન યુક્રેનને સતત સમર્થન આપી રહ્યું છે. પહેલા બોરિસ જ્હોન્સન અને ત્યાર બાદ હવે ઋષિ સુનાક પોતે કિવની મુલાકાત લઈ ચુક્યા છે અને ઝેલેન્સકીને પોતાનું સમર્થન આપવાનું વચન આપ્યું છે. બદલામાં તેને રશિયા તરફથી સતત ધમકીઓ મળી રહી છે. ભૂતપૂર્વ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને રશિયાના રાષ્ટ્રપતિ લ્વાદિમીર પુતિને રીતસરની ધમકી આપી હોવાનો ખુલાસો થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભૂતપૂર્વ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને કહ્યું હતું કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 24 ફેબ્રુઆરી, 2022ના રોજ યુક્રેન પર હુમલો કર્યો તે પહેલા એક ફોન કૉલમાં તેમને મિસાઈલ હુમલાની ધમકી આપી હતી. પ્રસારિત થનારી 'પુટિન વર્સિસ ધ વેસ્ટ' નામની બીબીસી ડોક્યુમેન્ટ્રીમાં તેમણે આ વાતને લઈને તેમણે સનસની ખુલાસો કર્યો છે.
બોરિસે કહ્યું હતું કે, પુતિને મને ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે, બોરિસ, હું તમને નુકસાન પહોંચાડવા નથી માંગતો, પરંતુ એક મિસાઈલ માટે તેમને માત્ર એક જ મિનિટ લાગશે.' ભૂતપૂર્વ વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે, તેમણે પુતિનને ચેતવણી આપી હતી કે યુક્રેન પર આક્રમણ કરવાથી પશ્ચિમી પ્રતિબંધો અને રશિયાની સરહદો પર નાટો સૈનિકોમાં વધારો થશે. બીબીસીએ અહેવાલ આપ્યો કે, તેમણે પુતિનને કહીને રશિયન લશ્કરી કાર્યવાહીને અટકાવવાનો પ્રયાસ કર્યો કે યુક્રેન નજીકના ભવિષ્યમાં નાટોમાં નહીં જોડાય.
સૌકોઈને ખબર હતી કે રશિયા હુમલો કરશે
ડોક્યુમેન્ટરીમાં સંરક્ષણ સચિવ બેન વોલેસ પણ શામેલ છે જેઓ 11 ફેબ્રુઆરી, 2022ના રોજ તેમના રશિયન સમકક્ષ સેર્ગેઈ શોઇગુને મળવા માટે મોસ્કો ગયા હતા. આ ફિલ્મથી જાણવા મળે છે કે, વોલેસ એ આશ્વાસન સાથે રશિયા ગયા હતાં કે રશિયા યુક્રેન પર આક્રમણ નહીં કરે, પરંતુ તેમણે કહ્યું હતું કે, બંને પક્ષોને ખબર હતી કે આ જૂઠ્ઠાણું છે. વોલેસે કહ્યું હતું કે, તેમને વિશ્વાસ હતો કે રશિયા આક્રમણ કરશે. તેમણે કહ્યું હતું કે, મીટિંગમાંથી બહાર નીકળતી વખતે રશિયાના જનરલ સ્ટાફના ચીફ જનરલ વેલેરી ગેરાસિમોવે તેમને કહ્યું હતું કે, "અમે ફરી ક્યારેય અપમાનિત નહીં થઈએ."
ઝેલેન્સકીએ ભાગવાનો ઇનકાર કર્યો
એક પખવાડિયા કરતાં પણ ઓછા સમય બાદ જ્યારે ટેન્કો 24 ફેબ્રુઆરી, 2022ના રોજ સરહદ પર આવી ત્યારે જ્હોન્સનને મધ્યરાત્રિએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીનો ફોન આવ્યો. ઝેલેન્સકીએ કહ્યું હતું કે, તમે જાણો છો, તેઓ દરેક જગ્યાએ હુમલો કરી રહ્યાં છે. તો જોન્સને કહ્યું હતું કે. તેમણે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને સલામત સ્થળે ખસેડવામાં મદદ કરવાની ઓફર કરી. પરંતુ ઝેલેન્સકીએ તેમની ઓફર સ્વીકારી નહીં અને 'વીરતાપૂર્વક' ત્યાં જ રહ્યા.