Queen Elizabeth Dies: બ્રિટનનાં ક્વિન એલિઝાબેથ દ્વિતિયનું 96 વર્ષની વયે નિધન
Queen Elizabeth Dies: બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ દ્વિતિયનું 96 વર્ષની ઉંમરે નિધન થયું છે.
Queen Elizabeth Dies: બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ દ્વિતિયનું 96 વર્ષની ઉંમરે નિધન થયું છે. ક્વિન એલિઝાબેથના નિધન અંગે યુનાઈટેડ કિંગડમના રોયલ પરીવાર દ્વારા જાણકારી આપવીમાં આવી છે. ગઈકાલે ક્વિન એલિઝાબેથની (Queen Elizabeth ) તબિયત ખરાબ થઈ હતી. ક્વિનના સ્વાસ્થ્ય અંગે ડોક્ટરોએ ચિંતા વ્યક્ત કરી હતી અને આરામ કરવા માટે સૂચન કર્યું હતું.
બકિંગહામ પેલેસે જાહેર કર્યું નિવેદનઃ
બકિંગહામ પેલેસ તરફથી 8 સપ્ટેમ્બરના રોજ જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે: "આજે સવારે વધુ મૂલ્યાંકન કર્યા પછી, ક્વિનના ડોકટરો મહારાણીના સ્વાસ્થ્ય માટે ચિંતિત છે અને તેમને તબીબી દેખરેખ હેઠળ રહેવાની ભલામણ કરી હતી." બકિંગહામ પેલેસના ડોકટરોએ તેમને આરામ કરવાની સલાહ આપ્યા બાદ મહારાણી એલિઝાબેથે બુધવારે વરિષ્ઠ સરકારી સલાહકારોની બેઠક મુલતવી રાખી હતી. લિઝ ટ્રસને યુકેના નવા વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યાના એક દિવસ બાદ જ ક્વિન એલિઝાબેથના સ્વાસ્થ અંગે ડોક્ટરોએ આ માહિતી આપી હતી.
ક્વિન બકિંગહામ પેલેસને બદલે સ્કોટલેન્ડમાં રહેતાં હતાં
તમને જણાવી દઈએ કે, ઘણા સમયથી ક્વીન એલિઝાબેથ ક્યાંય ફરવા માટે અસમર્થ હતાં. જેથી તેઓ લંડનના બકિંગહામ પેલેસને બદલે સ્કોટલેન્ડના બાલમોરલ કેસલમાં જ રહેતાં હતાં અને સરકારી મિટીંગો માટે પણ અહીં જ મળતાં હતાં.
એલિઝાબેથનો જન્મ...
એલિઝાબેથનો જન્મ લંડનના મેફેરમાં 21 એપ્રિલ 1926ના રોજ થયો હતો. એલિઝાબેથ ડ્યુક અને ડચેસ ઓફ યોર્ક કિંગ જ્યોર્જ VI અને રાણી એલિઝાબેથનાં પ્રથમ સંતાન હતાં. એલિઝાબેથના પિતાએ 1936માં તેમના ભાઈ, રાજા એડવર્ડ VIII ના ત્યાગ પછી સિંહાસન સ્વીકાર્યું હતું. જેથી ક્વિન એલિઝાબેથને વારસદાર માનવામાં આવે છે. ક્વિન એલિઝાબેથે ઘરે ખાનગી રીતે શિક્ષણ મેળવ્યું હતું અને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન સહાયક પ્રાદેશિક સેવામાં સેવા આપીને જાહેર ફરજો નિભાવવાનું શરૂ કર્યું હતું.
નવેમ્બર 1947માં, એલિઝાબેથે ગ્રીસ અને ડેનમાર્કના ભૂતપૂર્વ રાજકુમાર ફિલિપ માઉન્ટબેટન સાથે લગ્ન કર્યા હતા. તેમનું લગ્ન જીવન ફિલિપ માઉન્ટબેટનના એપ્રિલ 2021માં થયેલા મૃત્યુ સુધી ચાલ્યું હતું. ફિલિપ અને એલિઝાબેથના ચાર બાળકો છે: ચાર્લ્સ, પ્રિન્સ ઓફ વેલ્સ; એની, પ્રિન્સેસ રોયલ; પ્રિન્સ એન્ડ્રુ, યોર્કના ડ્યુક; અને પ્રિન્સ એડવર્ડ, વેસેક્સના અર્લ.