Quetta Bomb Blast: પેશાવર બાદ હવે ક્વેટામાં બૉમ્બ ધડાકો, પોલીસ ચૌકીને બનાવાઇ નિશાન, અનેક ઘાયલ
બચાવ અધિકારીઓએ કહ્યું કે ક્વેટા પોલીસ લાઇન્સ વિસ્તારની પાસે કમ સે કમ પાંચ લોકો ઘાયલ થઇ ગયા છે.
Pakistan Quetta Bomb Blast: પાકિસ્તાનના બલૂચિસ્તાન (Balochistan) પ્રાન્તના ક્વેટામાં રવિવાર (5 ફેબ્રુઆરી)એ એક પોલીસ ચૌકીની પાસે મોટો બૉમ્બ વિસ્ફોટ થયો છે. બચાવ અધિકારીઓએ કહ્યું કે ક્વેટા પોલીસ લાઇન્સ વિસ્તારની પાસે કમ સે કમ પાંચ લોકો ઘાયલ થઇ ગયા છે. ઘટના સ્થળ પર બચાવ અભિયાનના નેતૃત્વ કરી રહેલા ઇધી કાર્યકર્તાઓ જીશાન અહેમદે પાકિસ્તાની મીડિયને બતાવ્યુ કે, ઘાયલોને ક્વેટાની સિવિલ હૉસ્પીટલ લઇ જવાયા છે.
તેમને કહ્યું કે, પોલીસ અને ઇમર્જન્સી ટીમે ઘટનાસ્થળ પર પહોંચી ગઇ છે, અને વિસ્તારની ઘેરાબંધી કરી દેવામાં આવી છે, પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)એ રવિવારે જાહેર કરેલા એક નિવેદનમાં હુમલાની જવાબદારી લીધી છે.
સુરક્ષા અધિકારીઓને નિશાન બનાવાયા -
આમાં કહેવામાં આવ્યુ કે વિસ્ફોટમાં સુરક્ષા અધિકારીઓને નિશાન બનાવાયા હતા, ધમાકો રવિવારે સવારે એફસી મુસા ચૌકીની પાસે થયો હતો, ઘટના બાદ કેટલીય ફૂટેજ સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે.
Reports of multiple injuries in a bomb blast in highly secure area of Quetta near the Police headquarters and entrance of Quetta Cantonment. The city is under strict security due to a PSL cricket match. pic.twitter.com/lZcfn1VQRU
— The Balochistan Post - English (@TBPEnglish) February 5, 2023
પેશાવરમાં પણ થયો હતો ધમાકો -
આ વિસ્ફોટ પેશાવર પોલીસ લાઇન્સ વિસ્તારમાં એક આત્મઘાતી વિસ્ફોટના થોડાક દિવસો બાદ જ થયો છે. જેમાં લગભગ 84 લોકો માર્યા ગયા હતા, આમાં મોટાભાગના પોલીસકર્મી હતા, પાકિસ્તાનના પેસાવર શહેરમાં હાઇ સિક્યૂરિટી વાળા વિસ્તારમાં સોમવારે (30 જાન્યુઆરી)એ બપોરની નમાજ દરમિયાન એક મસ્જિદમાં એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટ કરીને ઉડાવી દીધો હતો.
Jammu Kashmir Blast: જમ્મુના નરવાલ વિસ્તારમાં બે બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, રાહુલ ગાંધીની સુરક્ષાને લઇને સવાલ
Blast In Jammu: જમ્મુના નરવાલ વિસ્તારમાં શનિવારે સવારે બે બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટમાં 6 લોકો ઘાયલ થયા છે. પોલીસ ઘટનાસ્થળે પહોચીને તપાસ શરૂ કરી છે.
જમ્મુ-કાશ્મીરના નરવાલ વિસ્તારમાં શનિવારે સવારે બે બ્લાસ્ટ થયા હતા. જમ્મુ ઝોનના એડીજીપી મુકેશ સિંહે જણાવ્યું કે આ વિસ્ફોટમાં 6 લોકોના ઘાયલ થવાની માહિતી મળી છે. વિસ્ફોટ બાદ જમ્મુ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે બે વાહનોમાં વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે, જેના કારણે 6 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
પોલીસ અધિકારીએ કહ્યું, "વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને અન્ય પોલીસ કર્મચારીઓ સાથે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સ્થળ પર છે અને વધુ તપાસ ચાલી રહી છે." મળતી માહિતી મુજબ, પહેલો બ્લાસ્ટ સવારે લગભગ 11.00 વાગ્યે ટ્રાન્સપોર્ટ નગરના વોર્ડ નંબર 7માં થયો હતો. તેના માત્ર 15 થી 20 મિનિટ પછી તે જ વિસ્તારમાં બીજો બ્લાસ્ટ થયો હતો. પ્રાથમિક તપાસમાં આ બંને વિસ્ફોટોમાં સ્ટિકી બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.
આતંકવાદીઓ ડાંગરી પાર્ટી-2 કરવા માંગતા હતા
સુરક્ષા એજન્સીઓએ આપ્યું હતું એલર્ટ
26 જાન્યુઆરી પહેલા જમ્મુમાં ગમે ત્યારે મોટી ઘટના બની શકે છે તે અંગે સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું હતું. બીજી તરફ જમ્મુમાં પણ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા ચાલી રહી છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીની સુરક્ષાને લઈને પણ સવાલો ઉભા થઈ શકે છે.