શોધખોળ કરો
નાનકડું થાઇલેન્ડ ભારત પર ભારે? જાણો કેમ રૂપિયા કરતા થાઇ કરન્સી 'બાટ' છે વધુ પાવરફુલ
ક્ષેત્રફળ, સૈન્ય શક્તિ અને સંસાધનોની દ્રષ્ટિએ ભારત થાઇલેન્ડ કરતા અનેકગણું વિશાળ અને શક્તિશાળી રાષ્ટ્ર છે.
છતાં, જ્યારે ચલણ (Currency) ના મૂલ્યની વાત આવે છે, ત્યારે થાઇલેન્ડનું ચલણ 'બાહ્ટ' ભારતીય રૂપિયા કરતા ઘણું વધારે મજબૂત સાબિત થાય છે. આ વિરોધાભાસ પાછળ પ્રવાસન, નિકાસ નીતિ અને ફુગાવાનો દર જેવા મહત્વના આર્થિક પરિબળો જવાબદાર છે. આવો સમજીએ કે કયા કારણોસર નાનકડું થાઇલેન્ડ કરન્સીના મામલે ભારતને ટક્કર આપી રહ્યું છે.
1/6

થાઇલેન્ડનું અર્થતંત્ર ભલે કદમાં ભારત કરતા નાનું હોય, પરંતુ તેની મેક્રો-ઇકોનોમિક (સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર) સ્થિતિ અત્યંત સ્થિર માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય રોકાણકારો હંમેશા એવા બજારમાં નાણાં રોકવાનું પસંદ કરે છે જ્યાં ઉતાર-ચઢાવ ઓછા હોય અને સ્થિરતા વધુ હોય. થાઇલેન્ડ આ મામલે ખરું ઉતરે છે. ત્યાંનું સ્થિર વાતાવરણ 'બાટ ' ની માંગ જાળવી રાખવામાં મદદ કરે છે, જે તેને મજબૂતી પ્રદાન કરે છે.
2/6

થાઇલેન્ડ વિશ્વના નકશા પર એક પ્રમુખ પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. દર વર્ષે લાખો વિદેશી પ્રવાસીઓ ત્યાં ઉમટી પડે છે. જ્યારે આ પ્રવાસીઓ થાઇલેન્ડમાં ખર્ચ કરે છે, ત્યારે તેઓ પોતાના ડોલર કે યુરોને 'બાટ ' માં કન્વર્ટ કરે છે. આનાથી વૈશ્વિક સ્તરે બાટ ની માંગમાં જબરદસ્ત વધારો થાય છે. ભારત પાસે પણ પ્રવાસન ક્ષેત્ર છે, પરંતુ થાઇલેન્ડની અર્થવ્યવસ્થામાં ટુરીઝમનો હિસ્સો અને તેના પરની નિર્ભરતા ઘણી વધારે હોવાથી તેને સીધો ફાયદો મળે છે.
Published at : 09 Dec 2025 06:43 PM (IST)
આગળ જુઓ
Advertisement



















