શોધખોળ કરો
કુરાન સળગાવવા મામલે સ્વિડનમાં તોફાન ફાટી નીકળ્યુ, સેંકડો લોકો ઉતર્યા રસ્તાં પર
પોલીસે કહ્યું કે, હિંસક ભીડને કાબુ કરવા માટે ટીયર ગેસને સેલ છોડવામાં આવ્યા,સાથે કેટલાક પ્રદર્શનકારીઓની અટકાયત પણ કરવામાં આવી. પોલીસ અનુસાર માલ્મોમાં કુરાનની કોપી સળગાવવા આવી હતી બાદમાં આ તોફાનો ફાટી નીકળ્યા હતા
![કુરાન સળગાવવા મામલે સ્વિડનમાં તોફાન ફાટી નીકળ્યુ, સેંકડો લોકો ઉતર્યા રસ્તાં પર riot erupted in sweden due to burning of quran કુરાન સળગાવવા મામલે સ્વિડનમાં તોફાન ફાટી નીકળ્યુ, સેંકડો લોકો ઉતર્યા રસ્તાં પર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/30152738/Fire-Delhi-06.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સ્વિડનઃ દુનિયાભરમાં શાંતિ વાળો દેશ કહેવાતુ સ્વિડન હવે ફરી એકવાર હિંસાની આગમાં સળગ્યુ છે. સ્વિડનમાં કુરાન સળગાવવા મામલે તોફાનો ફાટી નીકળ્યા છે, હિંસા ભડકી છે. જાણકારી અનુસાર મોટી સંખ્યામાં લોકો રસ્તાં પર ઉતર્યા છે અને ઠેર ઠેર હિંસા સાથે પ્રદર્શનો થઇ રહ્યાં છે. કારો અને ટાયરો સળગાવામાં આવ્યા અને પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
પોલીસે કહ્યું કે, હિંસક ભીડને કાબુ કરવા માટે ટીયર ગેસને સેલ છોડવામાં આવ્યા,સાથે કેટલાક પ્રદર્શનકારીઓની અટકાયત પણ કરવામાં આવી. પોલીસ અનુસાર માલ્મોમાં કુરાનની કોપી સળગાવવા આવી હતી બાદમાં આ તોફાનો ફાટી નીકળ્યા હતા.
પોલીસ અનુસાર, શુક્રવારે સાંજના સમયે અચાનક લગભગ 300 લોકોનુ ટોળુ ભેગુ થઇ ગયુ હતુ, ટાયર સળગાવવાના કારણે આખા વિસ્તારમાં ધૂમાડો ફેલાઇ ગયો હતો, બાદમાં પથ્થરમારો કરવામાં આવ્યો આમાં હતો, આમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે પોલીસે ઘણી મહેનત કરી હતી.
સ્વિડનની રાષ્ટ્રવાદી પાર્ટી સ્ટ્રેમ કુર્સના નેતા રેસમસ પાલુદનને મીટિંગમાં પરવાનગી ના મળ્યા બાદ તોફાનો ફાટી નીકળ્યા હતા. તેમને સ્વિડનની બોર્ડ પર જ રોકી દેવામાં આવ્યા હતા. જ્યારે તેમને જબરદસ્તીથી શહેરમાં આવવાની કોશિશ કરી તો તેમની ધરપકડ કરવામાં આવી હતી. શુક્રવારે તેમના સમર્થકોએ માલ્મોના એક ચોરા પર કુરાનની કેટલીક કોપીઓ સળગાવી હતી, બાદમાં હિંસા ભડકી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)