કેરેબિયન દેશ ડોમિનિકન રિપબ્લિકનમાં અચાનક તૂટી પડી નાઇટ ક્લબની છત, 79 લોકોના મોત
ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સેન્ટો ડોમિંગોમાં એક પ્રખ્યાત જેટ સેટ નાઈટક્લબની છત ધરાશાયી થઈ હતી

ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સેન્ટો ડોમિંગોમાં એક પ્રખ્યાત જેટ સેટ નાઈટક્લબની છત ધરાશાયી થઈ હતી, જેમાં ઓછામાં ઓછા 79 લોકો માર્યા ગયા હતા અને 160 થી વધુ ઘાયલ થયા હતા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે નાઈટક્લબમાં લાઈવ મેરેંગે કોન્સર્ટ ચાલી રહ્યો હતો. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે અને કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
#BREAKING Death toll in Dominican nightclub disaster rises to 79, say rescuers pic.twitter.com/giU4HczZV8
— AFP News Agency (@AFP) April 9, 2025
ડોમિનિકન રિપબ્લિકના સેન્ટો ડોમિંગોમાં પ્રખ્યાત જેટ સેટ નાઇટક્લબમાં છત તૂટી પડતાં 79 લોકોના મોત થયા હતા. મંગળવારે સવારે આ અકસ્માત ત્યારે થયો જ્યારે નાઈટક્લબમાં લાઈવ મેરેંગે કોન્સર્ટ ચાલી રહ્યો હતો, જેમાં સેંકડો લોકો હાજર હતા. આ ઘટનામાં 160થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. ઘટના પહેલા સામે આવેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે છત તૂટી પડતાં જ અચાનક લોકો ચીસો પાડવા લાગ્યા હતા.
#UPDATE Rescuers are racing to find survivors among the rubble of a Dominican Republic nightclub where at least 79 people, including a former Major League Baseball star, were killed when the roof collapsedhttps://t.co/w6CRU7fzSL pic.twitter.com/wUQ2AvYUiK
— AFP News Agency (@AFP) April 9, 2025
ઘટનાના થોડા સમય પહેલા રેકોર્ડ કરાયેલા વીડિયોમાં જોવા મળ્યું હતું કે મસ્તીમાં ઝૂમી રહેલા લોકોને ખબર નહોતી કે મૃત્યુ ઉપર આવી રહ્યું છે. થોડીવારમાં જ નાઈટક્લબની છત તૂટી પડી જેના કારણે સેંકડો લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા હતા. બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
ફાયર ફાઇટર્સે ડ્રિલ કરીને લોકોને કોંક્રિટ બ્લોક્સની નીચે ફસાયેલા લોકોને બચાવ્યા હતા. બચાવ કાર્ય દરમિયાન, 160 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાંથી ઘણાને ગંભીર ઈજાઓ થઈ હતી. રિપોર્ટ અનુસાર, ઘટનાના 12 કલાક પછી પણ બચાવ કામગીરી ચાલુ હતી.





















