શોધખોળ કરો
Advertisement
કોરોના વેક્સીનેશન મામલે દુનિયામાં ઈઝરાયલ બાદ બીજા નંબરે છે રશિયા, અત્યાર સુધી કેટલા લોકોને લગાવી ચુક્યું છે વેક્સીન ? જાણો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, સ્પૂતનિક-V વેક્સીન 95 ટકા પ્રભાવી છે. રશિયાએ દુનિયાને સારી, સુરક્ષિત અને અસરકારક વેક્સીન આપી છે.
નવી દિલ્હી: કોરોના મહામારી વિરુદ્ધ વેક્સીન આવ્યા બાદ તેનાથી લોકોના જીવનને સામાન્ય કરવાની દિશામાં આશા જાગી છે. દુનિયાભરમાં અનેક દેશો દ્વારા કોરોના વેક્સીનને ઈમરજન્સી મંજૂરી આપ્યા બાદ વેક્સીનેશનનું કામ ઝડપથી શરુ કરી દેવામાં આવ્યું છે. ત્યારે કોરોના વેક્સીનેશન મામલે દુનિયામાં ઈઝરાયેલ બાદ બીજા નંબરે રશિયા છે. જ્યાં બુધવાર સુધી 10 લાખથી વધુ લોકોને વેક્સીનેશન કરવામાં આવી ચુક્યું છે. આ જાણકારી સરકાર દ્વારા એક નિવેદનમાં આવમાં આવી છે.
તુર્કીની ન્યૂઝ એજન્સી અનદોલુ મુજબ, આ પહેલા શનિવારે રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઈલ મુરાશ્કોએ કહ્યું હતું કે 8 લાખથી વધુ લોકોને સ્પૂતનિક વેક્સીન આપવામાં આવી ચુકી છે. રશિયાએ 60થી વધુ ઉંમરના લોકોને રસી લગાવવાનું શરુ કર્યું હતું અને દેશના વિવિધ ભાગોમાં 15 લાખ વેક્સીનનું ડિલીવરી કરી ચુક્યું હતું.
આ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, સ્પૂતનિક-V વેક્સીન 95 ટકા પ્રભાવી છે. તેની સાથે જ પુતિને કહ્યું હતું કે, રશિયાએ દુનિયાને સારી, સુરક્ષિત અને અસરકારક વેક્સીન આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement