Russia Ukraine Crisis: ઝેલેન્સકી બાદ હવે મોદી પુતિન સાથે કરશે વાત
Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 12મો દિવસ છે. 12માં દિવસે રશિયાએ યુક્રેનના અનેક શહેરોમાં હુમલા તેજ કર્યા છે.
Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 12મો દિવસ છે. 12માં દિવસે રશિયાએ યુક્રેનના અનેક શહેરોમાં હુમલા તેજ કર્યા છે. ખારકિવ માં અનેક રહેણાંક વિસ્તારો પર પણ હુમલા કરવામાં આવ્યા છે. દરમિયાન, બંને દેશોના પ્રતિનિધિમંડળ આજે ત્રીજી વખત વાતચીત કરશે. અગાઉની મંત્રણામાં સલામત કોરિડોર પર સહમતિ બની હતી. આજે યોજાનારી મંત્રણામાં યુદ્ધવિરામ પર ચર્ચા થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રધાનમંત્રી મોદી આજે બપોર બાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરશે,
PM Modi will speak to Russian President Putin on phone today afternoon: Govt sources
— Press Trust of India (@PTI_News) March 7, 2022
યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું 8 ક્રૂઝ મિસાઈલો એ વિનિત્સિયા શહેરને નિશાન બનાવ્યું છે. તેમણે જણાવ્યું કે વિનિત્સિયા એરપોર્ટ સંપૂર્ણ નષ્ટ થઈ ગયું છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ફરી એકવાર પશ્ચિમી સહયોગીઓને નો-ફ્લાય ઝોન માટે અપીલ કરી છે. તેમણે કહ્યું, "અમારા લોકોની સુરક્ષા કરવી તમારી ફરજ છે, અથવા ઓછામાં ઓછું અમને પ્લેન આપો. જો તમે નહીં કરો, તો અમે નિષ્કર્ષ પર આવીશું કે તમે ઈચ્છો છો કે અમે ધીમે-ધીમે મરી જઈએ. વિનિત્સિયા પશ્ચિમ-મધ્ય યુક્રેનમાં સ્થિત એક શહેર છે અને યુક્રેનની રાજધાની કિવથી આશરે 160 માઇલ દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત છે.
અગાઉ રવિવારે, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ દાવો કર્યો હતો કે રશિયન દળો કાળા સમુદ્રના કિનારે આવેલા ઐતિહાસિક બંદર શહેર ઓડેસા પર ગોળીબાર કરવાની તૈયારી કરી રહ્યાં છે. તેણે એક વીડિયોમાં દાવો કર્યો હતો કે, "તેઓ ઓડેસા પર બોમ્બ મારવાની તૈયારી કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ