Ukraine Russia War: મિસાઈલ એટેક અને યુક્રેનમાં વાગતા સાયરન વચ્ચે આ કપલે લગ્ન કર્યા, જુઓ Photos
આ પહેલા પણ યુક્રેનમાં યુદ્ધ વચ્ચે કેટલાક યુગલોએ લગ્ન કર્યા હતા. યુક્રેનની રાજધાની કિવમાં એક કપલના લગ્નનો વીડિયો વાયરલ થયો હતો.
રશિયા સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેનના ઓડેસામાં એક યુગલે લગ્ન કર્યા. સાયરન અને મિસાઈલ એટેક વચ્ચે બંનેએ લગ્ન કરી લીધા. બેલારુસની એક મીડિયા સંસ્થાએ લગ્ન સમારોહની તસવીરો શેર કરી છે. તસ્વીરોમાં કન્યા હસતાં ફૂલ પકડીને જોઈ શકાય છે જ્યારે વરરાજા કેટલાક કાગળો પર સહી કરતો જોવા મળે છે.
આ પહેલા પણ યુક્રેનમાં યુદ્ધ વચ્ચે કેટલાક યુગલોએ લગ્ન કર્યા હતા. યુક્રેનની રાજધાની કિવમાં એક કપલના લગ્નનો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયો એક હોસ્પિટલનો જણાવવામાં આવી રહ્યો છે. હોસ્પિટલમાં લગ્ન કરનાર આ કપલ વ્યવસાયે ડોક્ટર હોવાનું કહેવાય છે.
મીડિયા આઉટલેટ નેક્સ્ટ એ ડૉક્ટર દંપતીના લગ્નનો વીડિયો તેમના ટ્વિટર એકાઉન્ટથી શેર કર્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- 'કિવમાં ડોક્ટરોએ હોસ્પિટલમાં જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો.' અગાઉ, એક યુગલે કિવના ચર્ચમાં લગ્ન કર્યા હતા. કિવમાં રહેતા 21 વર્ષીય યારિના અરિવા અને સ્વ્યાટોસ્લાવના લગ્ન થયા.
❗️In #Kyiv, doctors decided to get married right in the hospital pic.twitter.com/IfUD928PrI
— NEXTA (@nexta_tv) March 1, 2022
નોંધનીય છે કે, ખારકીવમાં ભારતીય વિદ્યાર્થીઓને યૂક્રેન સેના દ્વારા માનવ ઢાલ બનાવવાના રશિયાના આરોપોની વચ્ચે ભારતના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ખારકીવમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવા માટે રશિયા 6 કલાક સુધી યુદ્ધ રોકવા માટે તૈયાર થયુ છે. આ ગેમ ત્યાં ફસાયેલા ભારતીય લોકોને સુરક્ષિત ખારકીવમાંથી કાઢીને યૂક્રેનની આસપાસના દેશોની બોર્ડર સુધી પહોંચાડવા માટે લેવામાં આવી છે.
કાલે રાત્રે પીએમ મોદીએ કરી હતી પુતિન સાથે વાત
ઉલ્લેખનીય છે કે બુધવારે રાત્રે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત કાઢવાના મુદ્દાને ઉઠાવ્યો હતો. રશિયાના રાષ્ટ્રપતિે પીએમને બતાવ્યુ હતુ કે રશિયા દરેક સંભવ મદદ કરવા માટે તૈયાર છે. ખારકીવમાં યૂક્રેની સેના ભારતીય વિદ્યાર્થીઓને માનવ ઢાલ તરીકે ઉપયોગ કરી રહી છે.
પુતિને અપાવ્યો હતો વિશ્વાસ
વ્લાદિમીર પુતિને પીએમ મોદી સાથે વાતચીત દરમિયાન વિશ્વાસ અપાવ્યો હતો કે ભારતીય વિદ્યાર્થીઓને વૉર ઝૉનમાંથી સુરક્ષિત કાઢીને તેમને ભારત મોકલવા માટે તમામ જરૂરી નિર્દેશ આપવામાં આવી દેવાયા છે. રશિયન સેના આ દિશમાં દરેક સંભવ કોશિશ કરશે. તેમને ભારતીય વિદ્યાર્થીઓને તાત્કાલિક રેક્યૂ માટે રશિયન સેના દ્વારા ખારકીવમાંથી રશિયા સુધી સુરક્ષિત કૉરિડૉર બનાવવાની વાત કરી હતી. તેના આગામી દિવસે જ રશિયા 6 કલાક સુધી યુદ્ધ રોકવા માટે તૈયાર થઇ ગયુ છે.