Russia: પુતિનના જમણા હાથ એલેકઝાન્ડરની પુત્રીની હત્યા મામલે સામે આવ્યું યુક્રેનનું નામ, જાણો શું છે કનેકશન
Moscow Car Explosion: પૂર્વી યુક્રેનમાં ક્રેમલિન તરફી ડોનેટ્સક પીપલ્સ રિપબ્લિકના વડા ડેનિસ પુશિલિને યુક્રેનિયન આતંકવાદીઓ પર ડ્યુગિનની પુત્રી પર બોમ્બ વિસ્ફોટ કરવાનો આરોપ મૂક્યો છે.
Russia Aleksandr Dugin Daughter Killed: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ખૂબ જ નજીકના ગણાતા એલેક્ઝાન્ડર ડુગિનની પુત્રી ડારિયા ડુગિનની હત્યા કરવામાં આવી છે. એલેક્ઝાન્ડર ડુગિન વ્લાદિમીર પુતિનનો જમણો હાથ માનવામાં આવે છે. એલેક્ઝાંડર ડુગિનની હત્યા પાછળ યુક્રેનનું નામ પણ સામે આવી રહ્યું છે. પૂર્વી યુક્રેનમાં ક્રેમલિન તરફી ડોનેટ્સક પીપલ્સ રિપબ્લિકના વડા ડેનિસ પુશિલિને યુક્રેનિયન આતંકવાદીઓ પર ડ્યુગિનની પુત્રી પર બોમ્બ વિસ્ફોટ કરવાનો આરોપ મૂક્યો છે.
એલેક્ઝાંડર ડુગિનને યુક્રેન યુદ્ધનો માસ્ટરમાઈન્ડ પણ કહેવામાં આવે છે. રશિયામાં ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિ એલેક્ઝાન્ડર ડુગિન પુતિનના કટ્ટર સમર્થક માનવામાં આવે છે.
પાછળ છે યુક્રેનનો હાથ ?
યુક્રેનમાં ક્રેમલિન તરફી ડોનેટ્સક પીપલ્સ રિપબ્લિકના વડા ડેનિસ પુશિલિને યુક્રેનિયન આતંકવાદીઓ પર દુગિનની પુત્રીને ઉડાવી દેવાનો આરોપ લગાવ્યો છે. પુશિલિને કહ્યું કે તેમની પુત્રીને યુક્રેનિયન શાસનના આતંકવાદીઓએ એલેક્ઝાંડર ડુગિનને ખતમ કરવાનો પ્રયાસ કરીને ઉડાવી દીધી હતી. તે અસલી રશિયન છોકરી હતી. સરકારમાં તેમની કોઈ ઔપચારિક ભૂમિકા નહોતી. પુશિલિને તેની ટેલિગ્રામ ચેનલમાં લખ્યું છે કે ડારિયા ડુગિન તેના પિતાની આગેવાની હેઠળની આંતરરાષ્ટ્રીય યુરેશિયન ચળવળ માટે રાજકીય વિશ્લેષક હતી.
There are a few reports from Moscow that Darya Dugina, Alexander Dugin’s daughter, was killed in a car explosion in Moscow. Baza and 112 are reporting this https://t.co/OLVNoOfcAu
— Olga Lautman 🇺🇦 (@OlgaNYC1211) August 20, 2022
પુતિનના નજીકના મિત્રની પુત્રીની હત્યા
મળતી માહિતી મુજબ, ડારિયા ડુગિન એક કાર્યક્રમમાંથી પરત ફરી રહી હતી ત્યારે મોસ્કોની બહારના રસ્તા પર તેની કારમાં અચાનક વિસ્ફોટ થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેના 60 વર્ષીય પિતા એલેક્ઝાંડર ડુગિન તેની સાથે મુસાફરી કરવાના હતા, પરંતુ તેઓ અલગ કારમાં ગયા હતા. બીજી બાજુ, યુક્રેનમાં રાષ્ટ્રપતિ વહીવટીતંત્રના વડા, એન્ડ્રેએ કહ્યું કે અમારું કામ એ સુનિશ્ચિત કરવાનું છે કે માત્ર રશિયનોની વર્તમાન પેઢી જ નહીં, પરંતુ તેમના બાળકો અને પૌત્રો પણ ચૂકવણી કરે.
આ પણ વાંચોઃ
ખુશી કપૂરની તસવીરો જોઈ સોશિયલ મીડિયા યૂઝર્સને આવી ઉર્ફી જાવેદની યાદ, દીપિકા પાદુકોણે કરી કમેંટ