Russia Ukraine War: રશિયાએ એક કલાકમાં યુક્રેન પર 17 મિસાઈલ છોડી, પ્રથમ વખત આવો હુમલો
યુરોપમાં રશિયા અને યુક્રેન વચ્ચે વર્ષોથી ચાલતું યુદ્ધ અટક્યું નથી. શુક્રવારે રશિયાએ યુક્રેન પર એક કલાકમાં 17 મિસાઈલો છોડી હતી.
Russia Ukraine War News: યુરોપમાં રશિયા અને યુક્રેન વચ્ચે વર્ષોથી ચાલતું યુદ્ધ અટક્યું નથી. શુક્રવારે રશિયાએ યુક્રેન પર એક કલાકમાં 17 મિસાઈલો છોડી હતી. રશિયન સેનાએ મિસાઈલ વડે યુક્રેનના ઉર્જા કેન્દ્રોને નિશાન બનાવ્યા હતા. આ પહેલા યુક્રેનના પાવર હાઉસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
આવો પહેલો હુમલો જ્યારે એક સાથે આટલી બધી મિસાઈલો છોડવામાં આવી
યુક્રેન પર રશિયાનો હુમલો શુક્રવારે સવારે લગભગ 4 વાગ્યાથી થયો હતો, જ્યારે યુક્રેનના ઝાપોરિઝિયા વિસ્તારમાં મિસાઇલો પડી હતી. ધ કિવ ઈન્ડિપેન્ડન્ટના રિપોર્ટ અનુસાર, યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધી આ પ્રકારનો આ પહેલો હુમલો છે જેમાં એક સાથે આટલી બધી મિસાઈલો છોડવામાં આવી છે. રશિયન સેના અત્યાર સુધીમાં સેંકડો નાની-મોટી મિસાઈલો છોડી ચૂકી છે. ખાર્કિવના મેયર ઇગોર તેરેખોવે જણાવ્યું કે રશિયન સેનાએ પોતાના હુમલામાં ઉર્જા કેન્દ્રોને નિશાન બનાવ્યા હતા.
'યુક્રેને 12 હુમલા નિષ્ફળ બનાવ્યા'
અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 17 મિસાઈલો સિવાય રશિયાએ ડ્રોન અને રોકેટ દ્વારા યુક્રેનના અલગ-અલગ શહેરો પર પણ હુમલો કર્યો હતો. યુક્રેનના એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ કહ્યું કે યુક્રેનએ રશિયાના 12 હુમલાને નિષ્ફળ બનાવ્યા છે.
યુક્રેને યુરોપિયન દેશો પાસેથી મદદ માંગી
રશિયાના તાજેતરના હુમલા પહેલા, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકી બ્રિટન ગયા હતા અને ત્યાંથી તેમણે ફ્રાંસની મુલાકાત લીધી હતી. બુધવારે, ઝેલેન્સકીએ પેરિસમાં ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રોન અને જર્મન ચાન્સેલર સાથે મુલાકાત કરી. આ બેઠકમાં ઝેલેન્સકીએ ફ્રાન્સ અને જર્મનીને વિનંતી કરી કે તેઓ રશિયાને સખત પડકાર આપવા માટે શક્ય તેટલી વહેલી તકે ફાઇટર જેટ અને મોટા હથિયારો મોકલે. તેના પર ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું હતું કે તેમનો દેશ વિજય, શાંતિ, યુરોપ અને લોકોને તેમના અધિકારો મેળવવા માટે યુક્રેનની સાથે ઉભો રહેશે. મેક્રોને કહ્યું હતું કે અમે યુક્રેનની મદદ માટે અમારા પ્રયાસો ચાલુ રાખીશું. જે બાદ આજે રશિયાએ યુક્રેન પર આ મિસાઈલ હુમલો કર્યો છે.
રશિયા અને યૂક્રેનની વચ્ચે છેલ્લા 11 મહિનાથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે ફરી રશિયાએ મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં શુક્રવારે રશિયાએ યુક્રેન પર એક કલાકમાં 17 મિસાઈલો છોડી હતી. રશિયન સેનાએ મિસાઈલ વડે યુક્રેનના ઉર્જા કેન્દ્રોને નિશાન બનાવ્યા હતા.