Russia Ukraine War: રશિયાનો સામનો કરવા યુક્રેનને આપવામાં આવશે EUના સભ્ય દેશનો દરજ્જો, જાણો વિગત
Russia Ukraine Crisis:યુરોપિયન કમિશને શુક્રવારે યુક્રેનને EU ઉમેદવારનો દરજ્જો આપવો જોઈએ તેવી ભલામણ કરી હોવાના અહેવાલ છે
Russia Ukraine Crisis: રશિયા યુક્રેન યુદ્ધને ચાર મહિના થવા આવ્યા છે. બંને દેશમાંથી એકપણ નમતું મૂકવા તૈયાર નથી. આ દરમિયાન રશિયન હુમલાનો સામનો કરી રહેલા યુક્રેનને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. યુરોપિયન કમિશને શુક્રવારે યુક્રેનને EU ઉમેદવારનો દરજ્જો આપવો જોઈએ તેવી ભલામણ કરી હોવાના અહેવાલ છે. યુક્રેનની સદસ્યતા મેળવવાના મામલામાં આને એક મોટા પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે.
રોપિયન યુનિયન (EU) ની એક્ઝિક્યુટિવ શાખાની ભલામણ પર હવે આગામી સપ્તાહે બ્રસેલ્સમાં યોજાનારી સમિટ દરમિયાન ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન 27 દેશોના સમૂહના નેતાઓ પોતાના મંતવ્યો આપશે અને આગળનું પગલું નક્કી કરશે. EU સભ્યપદ માટે તમામ સભ્ય દેશોની સંમતિ જરૂરી છે.
આ દરમિયાન ન્યૂઝ એજન્સી એએફપીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને ટાંકીને લખ્યું, યુક્રેન 1 જુલાઈથી રશિયનો માટે વિઝા રજૂ કરશે.
Ukraine will introduce visas for Russians from July 1: AFP quotes Ukrainian President Volodymyr Zelenskyy
— ANI (@ANI) June 17, 2022
સોનિયા ગાંધીની કેવી છે તબિયત ?
કોંગ્રેસ દ્વારા સોનિયા ગાંધીના સ્વાસ્થ્યને લઈને એક અપડેટ આપવામાં આવ્યું છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોનિયા ગાંધીની તબિયત વિશે જણાવ્યું કે 12 જૂને તેમના નાકમાંથી લોહી આવ્યું. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોનિયા ગાંધી હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં ડોક્ટરોની એક ટીમ સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોનિયા ગાંધીની હેલ્થ અપડેટ જાહેર કર્યુ. જેમાં તેણે કહ્યું કે સોનિયા ગાંધીને કોરોના છે. 12 જૂનના રોજ તેમના નાકમાંથી લોહી નીકળ્યું, ત્યારબાદ તેમને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સોનિયા ગાંધીને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તરત જ તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. જયરામ રમેશના જણાવ્યા અનુસાર ગઈકાલે એટલે કે ગુરુવારે સોનિયા ગાંધીને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. જયરામ રમેશે જણાવ્યું કે સોનિયા ગાંધીના શ્વસનતંત્રના નીચેના ભાગમાં ફંગલ ઇન્ફેક્શન જોવા મળ્યું છે. આ અને કોરોના પછી દેખાતા અન્ય લક્ષણોની સારવાર ચાલી રહી છે. 2 જૂનના રોજ સોનિયા ગાંધી કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા.