Russia Ukraine War: યુક્રેનમાં રશિયાની કાર્યવાહીથી સમગ્ર યૂરોપના લોકતંત્ર પર ખતરોઃ કમલા હેરિસ
Russia Ukraine War: હેરિસે કહ્યું યુનાઈટેડ સ્ટેટ્સ નાટો ગઠબંધનના બચાવમાં યુક્રેનના લોકો સાથે મજબૂત રીતે ઉભું છે.
Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 18મો દિવસ છે. યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે યુએસ અને તેના નાટો અને યુરોપિયન સહયોગીઓ વચ્ચેની એકતા પર પ્રકાશ પાડ્યો હતો અને ચેતવણી આપી હતી કે યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહી તમામ લોકશાહીઓ માટે ખતરો છે. સીએનએન અનુસાર, હેરિસે કહ્યું, "રશિયન આક્રમકતા માત્ર યુક્રેનની લોકશાહીને જ નહીં, સમગ્ર યુરોપમાં લોકશાહી અને સુરક્ષાને જોખમમાં મૂકે છે." શનિવારે વોશિંગ્ટનમાં ડેમોક્રેટિક નેશનલ કમિટીની શિયાળુ બેઠકમાં બોલતાં તેમણે આમ કહ્યું હતું.
ગઠબંધનની સૌથી મોટી તાકાત એકતા
પોલેન્ડ અને રોમાનિયાની તેમની તાજેતરની મુલાકાતો વિશે બોલતા, હેરિસે કહ્યું કે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગઠબંધનની સૌથી મોટી તાકાત તેની એકતા છે. હેરિસે ઉમેર્યું, "યુનાઈટેડ સ્ટેટ્સ નાટો ગઠબંધનના બચાવમાં યુક્રેનના લોકો સાથે મજબૂત રીતે ઉભું છે." તમને જણાવી દઈએ કે 10 માર્ચના રોજ યુએસ વાઇસ પ્રેસિડેન્ટે યુક્રેનમાં અસરગ્રસ્ત નાગરિકોની મદદ માટે નવી માનવતાવાદી સહાયના રૂપમાં લગભગ 53 મિલિયન યુએસ ડોલરની જાહેરાત કરી હતી.
યુક્રેનને વધારાના હથિયારો અને સાધનો મોટે 200 મિલિયન ડોલરની સહાય
આ સિવાય હવે યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકને યુક્રેનને વધારાના હથિયારો અને સાધનો માટે $200 મિલિયન સુધીની મંજૂરી આપી છે. તેણે પોતે આ અંગે માહિતી આપી હતી. એન્ટની બ્લિંકને જણાવ્યું હતું કે એક વર્ષથી ઓછા સમયમાં અભૂતપૂર્વ ચોથી મંજૂરીથી યુક્રેનને 21 જાન્યુઆરીથી અપાતી કુલ યુએસ સુરક્ષા સહાય $1.2 બિલિયનથી વધુ થઈ જશે.
અમેરિકા ત્રીજા વિશ્વ યુદ્ધના મૂડમાં નથી
જોકે, અમેરિકા રશિયા સામે સીધા યુદ્ધમાં જવાનું ટાળી રહ્યું છે. યુએસ પ્રમુખ જો બિડેને લેટવિયા, એસ્ટોનિયા, લિથુઆનિયા અને રોમાનિયા જેવા દેશોમાં રશિયા સાથેની સરહદ પર 12,000 સૈનિકો મોકલ્યા છે, પરંતુ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ યુક્રેનમાં ત્રીજા વિશ્વ યુદ્ધ લડવાના નથી.
Kamala Harris warns that Russia's action in Ukraine threatens democracy across Europe
— ANI Digital (@ani_digital) March 12, 2022
Read @ANI Story | https://t.co/ivWVT25acV#KamalaHarris #UkraineUnderAttack #Russia #Europe pic.twitter.com/nk9Uzn2Cv4