AAPએ દિલ્હી મેયરની ચૂંટણી જીતી, મહેશ ખીંચીએ BJPના કિશન લાલને હરાવ્યા
Delhi Mayor Election 2024: આપ તરફથી મહેશ ખીંચી મેયરના ઉમેદવાર હતા જ્યારે કિશન લાલ બીજેપી તરફથી છે. ડેપ્યુટી મેયર માટે AAPએ રવિન્દર ભારદ્વાજને અને ભાજપે નીતા બિષ્ટને મેદાનમાં ઉતાર્યા છે.
Delhi Mayor Election 2024: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર મહેશ કુમાર ખીંચીએ જીત મેળવી છે. મહેશ કુમાર દેવ નગર (વોર્ડ નંબર 84)ના કાઉન્સિલર છે. તેમણે ભાજપના ઉમેદવાર કિશન લાલને હરાવ્યા છે.
ગુરુવારે (14 નવેમ્બર) દિલ્હીમાં ભારે હોબાળા વચ્ચે MCD મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી યોજાઈ હતી. આમ આદમી પાર્ટીએ ફરી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન પર કબજો જમાવ્યો છે. AAP કાઉન્સિલર મહેશ ખીંચી નવા મેયર બન્યા છે. તેમને 133 મત મળ્યા છે. ભાજપના કિશન પાલને 130 વોટ મળ્યા છે. આ વર્ષે ભાજપના કાઉન્સિલરોની સંખ્યા 120 હતી, પરંતુ તેના ઉમેદવારને 10 વધુ મત મળ્યા હતા. મહેશ ખીંચી દેવ નગર વોર્ડ નંબર 84ના કાઉન્સિલર છે. હવે તેઓ વર્તમાન મેયર શેલી ઓબેરોયનું સ્થાન લેશે.
મહેશ કુમારની જીતથી AAPમાં ખુશીનો માહોલ
દિલ્હી મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર મહેશ કુમાર ખીંચીની જીત બાદ પાર્ટીના સાંસદ સંજય સિંહ અને અન્ય નેતાઓએ ગૃહની અંદર વિજયની નિશાની બતાવી હતી.
VIDEO | Delhi Mayoral Polls: AAP candidate Mahesh Kumar Khichi, accompanied by party MP Sanjay Singh and other leaders, shows victory sign inside the MCD House. pic.twitter.com/Lx4gHFPW9D
— Press Trust of India (@PTI_News) November 14, 2024
સ્વાતિ માલીવાલે મતદાન ન કર્યું
દિલ્હી મેયરની ચૂંટણીમાં વોટિંગ માટે સાંસદ મનોજ તિવારી પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે આ ચૂંટણીમાં કુલ પાંચ કાઉન્સિલરો અને એક રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે મતદાન કર્યું નથી.
#WATCH | AAP's Mahesh Kumar Khichi elected as Delhi's new mayor
— ANI (@ANI) November 14, 2024
Visuals from the Delhi's Civic Centre pic.twitter.com/0YrvwTeole
કોંગ્રેસે મેયર-ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં ભાગ ન લીધો
કોંગ્રેસના મેયર-ડેપ્યુટી મેયર ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા નથી. આગામી દલિત મેયર માટે આયોજિત મર્યાદિત કાર્યકાળ અંગે અસંતોષ વ્યક્ત કરતા, કોંગ્રેસે ગુરુવારે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) માં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો. 3.05 વાગ્યે સત્ર એક કલાક મોડું શરૂ થતાં, કોંગ્રેસના કાઉન્સિલર નાઝિયા ડેનિશ અને અન્ય લોકો ગૃહની વેલમાં એકઠા થયા હતા અને AAPએ શહેરના વિકાસ માટે તેના કાર્યકાળ દરમિયાન કંઈ કર્યું નથી તેની ટીકા કરી હતી.
આ વર્ષે મેયરની બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત હતી. MCD મેયરની ચૂંટણીને લઈને 7 મહિનાથી BJP અને AAP વચ્ચે ટક્કર ચાલી રહી હતી. એપ્રિલમાં યોજાનારી ચૂંટણી નવેમ્બરમાં યોજાઈ હતી. આવી સ્થિતિમાં નવા મેયરનો કાર્યકાળ માત્ર 5 મહિનાનો રહેશે. કારણ કે આવતા વર્ષે એપ્રિલમાં ફરીથી ચૂંટણી યોજાવાની છે.
આ પણ વાંચો....