શોધખોળ કરો
રશિયામાં કોરોના વાયરસની રસીનું રજિસ્ટ્રેશન, જાણો સૌથી પહેલા કોને અપાઇ રસી?
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, દેશમાં તૈયાર કરાયેલી કોરોનાની રસીના ઉપયોગ માટે રજિસ્ટ્રેશ થઈ ગયું છે અને તેમની દીકરીને રસી આપવામાં આવી છે.
મોસ્કોઃ સમગ્ર દેશ અને દુનિયા કોરોના સામે લડી રહી છે. ત્યારે કોરોનાની રસીને રશિયાને મોટી સફળતા મળી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, દેશમાં તૈયાર કરાયેલી કોરોનાની રસીના ઉપયોગ માટે રજિસ્ટ્રેશ થઈ ગયું છે અને તેમની દીકરીને રસી આપવામાં આવી છે.
ન્યૂઝ એજન્સી એપી પ્રમાણે, મંગળવારે એક સરકારી અધિકારીઓની બેઠકમાં પુતિને કહ્યું હતું કે, રસી પરીક્ષણ દરમિયાન તેનું પરિણામ સારું આવ્યું છે, જે કોરોના વાયરસ સામે રક્ષણ આપે છે. પુતિને ભાર આપ્યો હતો કે, રસી જરૂરી પરીક્ષણોમાંથી પસાર થઈ છે. તેમણે કહ્યું કે, તેમની બે દીકરીમાંથી એકને રસી આપવામાં આવી છે અને તે સારો અનુભવ કરી રહી છે. રશિયન અધિકારીઓએ જણાવ્યું કે, ચિકિત્સા કર્મચારી, શિક્ષક અને અન્ય વ્યક્તિઓને પહેલા રસી આપવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement