શોધખોળ કરો

ખશોગીની હત્યા પર સાઉદી વિદેશ મંત્રીએ કહ્યુ- મોટી ભૂલ થઇ છે. દોષિતોને સજા આપવામાં આવશે

રિયાધઃ સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી અદેલ-અલ-જુબેરે સ્વીકાર કર્યો હતો કે સાઉદી પત્રકાર જમાલ ખશોગીની હત્યા મોટી ભૂલ છે. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં અલ-જુબેરે જણાવ્યું કે, જે લોકોએ પણ આવું કર્યું છે. તેમણે પોતાના અધિકાર ક્ષેત્રનો ઉપયોગ કર્યો છે. આ એક મોટી ભૂલ થઇ છે. તેના પર પડદો નાખીને  વધુ એક મોટી ભૂલ કરી છે. કોઇ પણ સરકારમાં આ સ્વીકાર્ય નથી. અલ-જુબેરે કહ્યું કે, સાઉદી અરેબિયાની સરકાર પત્રકારની હત્યા મામલે તપાસ અન તેના પાછળનું સાચુ કારણ શોધવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, અમે તમામ બાબતોને સામે લાવીશું. અમે તમામ તથ્યોને સામે રાખવા માટે પ્રતિબદ્ધ છીએ. આ સાથે જેમણે પણ તેમની હત્યા કરી છે તેમને દંડિત કરવામાં આવશે. મંત્રીએ કહ્યું કે, ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આ ઓપરેશનથી પુરી રીતે અજાણ છે. એટલું જ નહીં જે લોકો હત્યામાં સામેલ છે તેમનો કોઇ પણ રીતે પ્રિન્સ સલમાન સાથે લેવાદેવા નથી. નોંધનીય છે કે ખશોગી બે ઓક્ટોબરના રોજ તુર્કીમાં દૂતાવાસમાં ગયા ત્યારબાદ જોવા મળ્યા નથી. તુર્કીના અધિકારીઓએ દાવો કર્યો હતો કે 15 સાઉદી એજન્ટોએ ખશોગીની દૂતાવાસમાં હત્યા કરી દીધી છે અને તેમના શરીરના ટૂકડાઓ કરી નાખ્યા છે. જમાલ ખશોગી સાઉદી અરબના રહેવાસી હતા અને વોશિંગ્ટન પોસ્ટમાં લેખ લખતા હતા. ખશોગીને છેલ્લે તુર્કીના ઇસ્તંબુલ સ્થિત સાઉદી અરેબિયાના દૂતાવાસમાં પ્રવેશ કરતા 2 ઓક્ટોબરના રોજ જોવા મળ્યા હતા. શરૂઆતમાં તુર્કીના અધિકારીઓએ દાવો કરતા રહ્યા હતા કે ખશોગીની હત્યા કરવામાં આવી છે. આ મામલે અમેરિકાએ કડક પ્રતિક્રિયા આપી હતી. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકાર ખશોગીની રહસ્યમય પરિસ્થિતિઓમાં ગુમ થવાના સંબંધમાં રિપોર્ટ માંગ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: સુરત, નવસારી, વલસાડ અને દમણમાં આજે શાળા-કોલેજો બંધ, 490 લોકોનું સ્થળાંતર
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: સુરત, નવસારી, વલસાડ અને દમણમાં આજે શાળા-કોલેજો બંધ, 490 લોકોનું સ્થળાંતર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
Embed widget