શોધખોળ કરો

શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ

વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રાજકારણ ન કરો, સંસદમાં વિસ્તૃત ચર્ચા માટે સરકાર તૈયાર છે: કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાના વિપક્ષ પર આકરા પ્રહાર.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • નડ્ડાએ NEET પેપરલીક પર રાજકારણ ટાળવા જણાવ્યું.
  • શિક્ષણ મંત્રીના રાજીનામા માંગ મુદ્દે સંસદમાં ચર્ચા સૂચવી.
  • રાહુલ ગાંધી પર જૂના પેપરલીક મુદ્દે મૌનનો આરોપ મૂક્યો.
  • સોનમ વાંગચુક, CJP નેતાઓ સાથે ચર્ચા, સહયોગની અપીલ.

Dharmendra Pradhan resignation update: NEET પેપર લીક મામલે દેશભરમાં ચાલી રહેલા ઉગ્ર આંદોલનો અને વિરોધ પ્રદર્શનો વચ્ચે બુધવારે (22 જુલાઈ) કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ અંગે સ્પષ્ટતા કરી હતી અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. નડ્ડાએ સ્પષ્ટ કહ્યું કે વિદ્યાર્થીઓના મુદ્દા પર કોઈ જ પ્રકારનું રાજકારણ ન થવું જોઈએ અને સરકાર આ મામલે સંસદમાં ગમે તેટલો સમય ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ ઉપરાંત તેમણે સામાજિક કાર્યકર સોનમ વાંગચુક અને CJP નેતાઓ સાથે થયેલી મુલાકાત વિશે પણ મહત્વની વિગતો મીડિયા સમક્ષ શેર કરી હતી.

શું ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું?

વિપક્ષ દ્વારા સતત કરવામાં આવી રહેલી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર બોલતા નડ્ડાએ કહ્યું કે, આ મુદ્દે સંસદમાં જ વિગતવાર ચર્ચા થવી જોઈએ. સરકાર NEET પેપર લીક મામલે અત્યંત ગંભીર છે. વિપક્ષ જ્યારે પણ ઈચ્છે ત્યારે ચર્ચા માટે પોતાનો સમય નક્કી કરી શકે છે.

રાહુલ ગાંધી અને વિપક્ષ પર સાધ્યું સીધું નિશાન

જેપી નડ્ડાએ વિપક્ષી નેતા રાહુલ ગાંધી પર સીધો પ્રહાર કરતા સવાલ કર્યો કે, "રાહુલ ગાંધી આટલા સિલેક્ટિવ કેમ છે? તમે UPA અને INDI ગઠબંધનની સરકારોના સમયમાં થયેલા પેપર લીક પર ક્યારેય ચર્ચા કેમ નથી કરતા?"

તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓનું કલ્યાણ કરવાનો કે શિક્ષણની ગુણવત્તા સુધારવાનો નથી, પરંતુ આ સંવેદનશીલ મુદ્દાનો માત્ર રાજકીય લાભ ઉઠાવવાનો છે. નડ્ડાએ વધુમાં ઉમેર્યું કે, "કોંગ્રેસના શાસનમાં જ સૌથી વધુ પેપર લીકની ઘટનાઓ બની હતી. તાજેતરમાં ઝારખંડ અને તેલંગાણામાં પણ પેપર લીક થયા, જ્યાં ભાજપ સત્તામાં નથી. મારી અપીલ છે કે આ મુદ્દાનું રાજકારણ ન થવું જોઈએ." આજે સાંજે 4 વાગ્યે રાહુલ ગાંધી દ્વારા 150 પેપર લીકના દાવા અંગેના પ્રેઝન્ટેશન પર નડ્ડાએ ખાતરી આપી હતી કે સરકાર તેમના તમામ આરોપોની ઝીણવટભરી તપાસ કરશે.

આ પણ વાંચોઃ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જથી અન્ના હજારે દુઃખી: PM મોદીને પત્ર લખીને આંદોલનની કરી જાહેરાત

"સંસદમાં ચર્ચા માટે અમે ગમે તેટલો સમય આપવા તૈયાર છીએ"

ચર્ચાની તૈયારી દર્શાવતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, "અમે ઈચ્છીએ છીએ કે સંસદમાં આ મુદ્દે ઊંડાણપૂર્વક ચર્ચા થાય. વિપક્ષ જેટલો પણ સમય માંગશે, અમે ફાળવવા તૈયાર છીએ. હું અત્યારે કોઈને દોષી નથી ઠેરવી રહ્યો. આપણે સૌએ મળીને આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો તેની ચર્ચા કરવી જોઈએ."

તેમણે ભારપૂર્વક કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપ અને NDA સરકાર વિદ્યાર્થીઓના હિત માટે અત્યંત ગંભીર છે. બાળકો દેશનું ભવિષ્ય છે, એટલે તેમની સંભાળ લેવાની જવાબદારી સરકારની છે, પરંતુ વિપક્ષે પણ સરકાર સાથે મળીને પોતાની જવાબદારી નિભાવી એક કાયમી ઉકેલ શોધવો જોઈએ.

આ પણ વાંચોઃ સોનમ વાંગચુક અનશન તોડશે? જેપી નડ્ડા સાથેની મુલાકાત બાદ સરકાર સામે મૂકી આ મોટી શરતો

સોનમ વાંગચુકની મુલાકાત વિશે શું કહ્યું?

ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની મુલાકાત વિશે પૂછવામાં આવતા નડ્ડાએ જણાવ્યું કે, "અમે તેમના ખબરઅંતર પૂછવા ગયા હતા. તેઓ ICU માં હોવાથી સ્વાભાવિક રીતે જ તેમને મળવું થોડું મુશ્કેલ હતું, છતાં અમે તેમના સ્વાસ્થ્યની જાણકારી મેળવી ઝડપી સ્વસ્થ થવાની કામના કરી છે. અમે તેમને અપીલ કરી છે કે તેઓ પોતાની ભૂખ હડતાળ સમેટી લે અને મુખ્ય પ્રવાહમાં જોડાઈને વિદ્યાર્થીઓને સાચી દિશામાં માર્ગદર્શન આપે."

CJP નેતાઓ સાથેની બેઠક રહી સકારાત્મક

CJP ના પ્રતિનિધિઓ સાથેની બેઠક અંગે તેમણે કહ્યું કે, "અમારી વચ્ચે ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચર્ચા થઈ હતી. અમે તેમના મંતવ્યો અત્યંત ધીરજપૂર્વક સાંભળ્યા છે. મેં તેમને સૂચન કર્યું હતું કે તેઓ પોતાના મંતવ્યો લેખિતમાં રજૂ કરે. તેમણે તેમ કર્યું છે, અને મેં તેમને ખાતરી મુજબ લેખિતમાં જવાબ પણ આપ્યો છે. મેં તેમને સ્પષ્ટ કહી દીધું છે કે જ્યારે પણ તેઓ આ મુદ્દે ચર્ચા કરવા ઈચ્છશે, અમે તેના માટે હંમેશા તૈયાર છીએ."

Frequently Asked Questions

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે જેપી નડ્ડાનું શું કહેવું છે?

નડ્ડાએ કહ્યું કે આ મુદ્દે સંસદમાં વિગતવાર ચર્ચા થવી જોઈએ. તેમણે રાજીનામા અંગે સીધી સ્પષ્ટતા આપી નથી, પરંતુ સરકારની ગંભીરતા જણાવી છે.

જેપી નડ્ડાએ રાહુલ ગાંધી અને વિપક્ષ પર શું આરોપ લગાવ્યા?

નડ્ડાએ રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો કે તેઓ UPA શાસનમાં થયેલા પેપર લીક પર ચર્ચા કરતા નથી. તેમણે કહ્યું કે વિપક્ષ માત્ર રાજકીય લાભ શોધી રહ્યો છે.

NEET પેપર લીક પર સંસદમાં ચર્ચા માટે સરકારની શું તૈયારી છે?

કેન્દ્રીય મંત્રી નડ્ડાએ જણાવ્યું કે સરકાર સંસદમાં આ મુદ્દે ઊંડાણપૂર્વક ચર્ચા કરવા તૈયાર છે અને વિપક્ષ જેટલો સમય માંગશે તેટલો ફાળવશે.

જેપી નડ્ડા સોનમ વાંગચુકને શા માટે મળ્યા?

નડ્ડા સોનમ વાંગચુકના ખબરઅંતર પૂછવા મેદાંતા હોસ્પિટલ ગયા હતા. તેમણે વાંગચુકને ભૂખ હડતાળ સમેટી લેવા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા અપીલ કરી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Embed widget