શોધખોળ કરો
કોરોના સંકટને જોતા હજ યાત્રા પર ન આવવા મુસ્લિમોને સાઉદી સરકારની અપીલ
સાઉદી અરેબિયા તરફથી લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે આ વર્ષે તેઓ હજ પર ન આવે

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીમાં દુનિયામાં અનેક દેશો લોકડાઉન છે. દુનિયાના તમામ તીર્થસ્થળ પણ હાલના લોકોને ન આવવાની અપીલ કરી રહ્યા છે. સાઉદી અરેબિયા તરફથી લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે આ વર્ષે તેઓ હજ પર ન આવે. કોરોના વાયરસના સંકટને જોતા અગાઉ મક્કા અને મદીના શહેરમાં વિદેશીઓના આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હવે સાઉદી સરકારે હજ પર આવવા માંગતા લગભગ એ 10 લાખ લોકોને અપીલ કરી છે કે તેઓ પોતાનો કાર્યક્રમ રદ કરી દે. નોંધનીય છે કે સાઉદી અરેબિયામાં કોરોના વાયરસના લગભગ 1500થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 10 લોકોના મોત થયા છે. એક અંદાજ અનુસાર, દર વર્ષે 2 મિલિયન લોકો હજ પર આવે છે. કોરોના વાયરસના કારણે મક્કા અને મદીનામાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે.
વધુ વાંચો





















