શોધખોળ કરો

Snow Storm in America: અમેરિકામાં બરફના તોફાને મચાવી તબાહી, માઇનસ 45 ડિગ્રી સુધી પહોંચ્યો પારો, 48 લોકોના મોત

ચીનમાં એકતરફ કોરોના વાયરસનો બોમ્બ ફૂટ્યો છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તો બીજી તરફ અમેરિકા વધુ એક સંકટનો સામનો કરી રહ્યું છે.

Snow Storm in America: ચીનમાં એકતરફ કોરોના વાયરસનો બોમ્બ ફૂટ્યો છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તો બીજી તરફ અમેરિકા વધુ એક સંકટનો સામનો કરી રહ્યું છે. અહીં બરફના તોફાને લાખો લોકોનું જીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. બરફના તોફાને ક્રિસમસ સેલિબ્રેશનના તમામ આયોજનો ધોઇ નાખ્યા છે. મજબૂરીમાં લોકોને તેમના ઘરોમાં કેદ થવા મજબૂર થવું પડ્યું છે.

જો સ્થાનિક મીડિયાના અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો બરફના તોફાનના કારણે 14 લાખથી વધુ ઘરોની વીજળી ડુલ થઈ ગઈ છે. તાપમાન -45 ડિગ્રી સુધી ઘટી ગયું છે. અંધારપટ અને તાપમાનમાં ઘટાડાથી જનજીવન થંભી ગયું છે.

સૌથી વધુ મૃત્યુ ન્યુયોર્કમાં થયા છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકાના પશ્ચિમી રાજ્ય મોન્ટાનામાં લઘુત્તમ તાપમાન -45 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે. નેશનલ વેધર સર્વિસના જણાવ્યા અનુસાર, ડેસ મોઇનેસ, આયોવામાં તાપમાન -37°F (-38°C) હતું, જે 5 મિનિટથી પણ ઓછા સમયમાં હિમ લાગવાનું કારણ બની શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો જો કોઈ વ્યક્તિ આ સ્થિતિમાં ખુલ્લી હવાના સંપર્કમાં આવે છે તો તે ઠંડીના કારણે મરી શકે છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં લગભગ 48 લોકોના મોતના સમાચાર છે. ન્યૂયોર્કમાં સૌથી વધુ 27 મોત થયા છે.

લોકોને ઘરમાં રહેવાની અપીલ

ઓહિયોના ગવર્નરના જણાવ્યા અનુસાર, વર્તમાન પરિસ્થિતિને કારણે મોટાભાગના મૃત્યુ રસ્તાઓ પર થઈ રહ્યા છે. તેમણે લોકોને જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ઘરમાં જ રહેવાની અપીલ કરી છે. ન્યૂયોર્કના ગવર્નર કૈથી હોચુલે શહેરમાં કટોકટી જાહેર કરી છે. અહીં પણ તાપમાન -45 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. સ્થિતિ કેટલી ખરાબ છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઘરોની અંદર બરફ જમા થઈ રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત

'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ',  કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?

દિવસમાં પીવો છો અનેક કપ ચા, જાણો દાંતોને તેનાથી થાય છે કેટલું નુકસાન?

heart attack: શિયાળામાં હાર્ટ અટેક આવવાનો ખતરો વધુ, જાણો તેના લક્ષણો અને બચાવની રીત
heart attack: શિયાળામાં હાર્ટ અટેક આવવાનો ખતરો વધુ, જાણો તેના લક્ષણો અને બચાવની રીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નસબંધીનો 'ટાર્ગેટ'Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડર્સે કેમ ચડાવી બાંયો?Surat Firing Case: શું ભાજપનો ખેસ પહેરશો તો ફાયદામાં રહેશો?Khyati Hospital Scam: ખ્યાતિ હોસ્પિટલકાંડમાં સરકારે નિમેલી તપાસ સમિતિની પૂર્ણ થયેલી તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત
મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત
'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ',  કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?
'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ', કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?
દિવસમાં પીવો છો અનેક કપ ચા, જાણો દાંતોને તેનાથી થાય છે કેટલું નુકસાન?
દિવસમાં પીવો છો અનેક કપ ચા, જાણો દાંતોને તેનાથી થાય છે કેટલું નુકસાન?
heart attack: શિયાળામાં હાર્ટ અટેક આવવાનો ખતરો વધુ, જાણો તેના લક્ષણો અને બચાવની રીત
heart attack: શિયાળામાં હાર્ટ અટેક આવવાનો ખતરો વધુ, જાણો તેના લક્ષણો અને બચાવની રીત
બાંગ્લાદેશ ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની ફિરાકમાં છે! આ બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારી કરી લીધી

Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 

'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી

જો શરીરમાં આવા ફેરફારો થવા લાગે તો સાવચેત રહો, હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે

Embed widget