(Source: ECI/ABP News/ABP Majha)
Spy: બિલ ગેટ્સ અને તેમની પૂર્વ ગર્લફ્રેન્ડને લઈ સનસની ખુલાસો, રશિયન જાસૂસીનો બન્યા ભોગ!
એપ્સટાઈને બિલ ગેટ્સને મેઈલ કરીને કહ્યું હતું કે, જો તે ચેરિટીને સમર્થન નહીં આપે તો રશિયન મહિલા સાથેના તેમના સંબંધોને જાહેર કરી દેવામાં આવશે
Bill Gates And Russian Girlfriend : દુનિયાના જાણીતા ઉદ્યોગપતિ અને એક સમયે સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાં શામેલ બિલ ગેટ્સની ભૂતપૂર્વ રશિયન ગર્લફ્રેન્ડને સનસની દાવો કરવામાં આવ્યો છે. ડેઇલી મેલે એક વિશિષ્ટ તપાસમાં ખુલાસો કર્યો છે કે, ગેટ્સની ભૂતપૂર્વ રશિયન ગર્લફ્રેન્ડ મિલા એન્ટોનોવા ક્રેમલિનની જાસૂસ અન્ના ચેપમેનના સંપર્કમાં હતી. જોકે, એન્ટોનવાએ કોઈ ગુનો કર્યો હોવાના કોઈ પુરાવા હજુ સુધી મળ્યા નથી.
અગાઉ ધ વોલ સ્ટ્રીટે ખુલાસો કર્યો હતો કે, બિલ ગેટ્સે 20 વર્ષીય રશિયન બ્રિજ પ્લેયરને 2009-10 વચ્ચે ડેટ કરી હતી. 2013માં કુખ્યાત અબજોપતિ એપસ્ટેઇનને વેશ્યાવૃત્તિ વિશે જાણ થઈ ગઈ હતી. એપસ્ટીને આ બાબતનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો અને આ માટે તેણે બિલ ગેટ્સને બ્લેકમેલ પણ કર્યા હતા. રિપોર્ટ અનુસાર, એપસ્ટાઈન ઈચ્છતો હતો કે બિલ ગેટ્સ તેમની ચેરિટીને સપોર્ટ કરે. જ્યારે બિલ ગેટ્સે આમ કરવાનો ઇનકાર કર્યો હતો.
એપ્સટાઈને બિલ ગેટ્સને મેઈલ કરીને કહ્યું હતું કે, જો તે ચેરિટીને સમર્થન નહીં આપે તો રશિયન મહિલા સાથેના તેમના સંબંધોને જાહેર કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મિલા એન્ટોનોવા તે સમયે 3 બાળકોના પિતા બિલ ગેટ્સ કરતા 30 વર્ષ નાની હતી અને તે મેલિન્ડા સાથે લગ્નના સંબંધમાં પહેલાથી જ હતી. ગેટ્સ અને મિલાનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહોતો.
હવે ડેઈલી મેલે બિલ ગેટ્સની એક્સ ગર્લફ્રેન્ડ મિલા એન્ટોનવાનો ફોટો જાહેર કર્યો છે, જેમાં તે રશિયન જાસૂસ અન્ના ચેપમેન સાથે જોવા મળી રહી છે. આ તસવીર 2009-10ની વચ્ચેની જણાવવામાં આવી રહી છે. આ પહેલા વોલ સ્ટ્રીટે રિપોર્ટમાં લખ્યું હતું કે, મિલા એન્ટોનોવા એપસ્ટીનને 2013માં મળ્યા હતા. તેઓ તેને સોફ્ટવેર કોડિંગ સ્કૂલમાં જવા માટે પૈસા આપે છે.
રિપોર્ટ અનુસાર, એપસ્ટીનને ત્યારે જ ખબર પડી કે, મિલા એન્ટોનોવા અને બિલ ગેટ્સ વચ્ચેના સંબંધો છે. ત્યાર બાદ તે બિલ ગેટ્સને મેલ દ્વારા બ્લેકમેલ કરવાનું શરૂ કરે છે.
ઉલ્લેખનીય છે કે, જેફરી એપસ્ટીન 2019માં અમેરિકાની જેલ સેલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેના પર સગીર છોકરીઓનું યૌન શોષણ કરવાનો આરોપ હતો. એપસ્ટીન પર મેનહટન અને ફ્લોરિડામાં તેના ઘરે સેક્સ પ્રવૃત્તિઓ માટે સગીર છોકરીઓને પૈસા આપવાનો આરોપ હતો.
એપ્સટેઈનની અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, બિલ ક્લિન્ટન અને બ્રિટનના પ્રિન્સ એન્ડ્ર્યુ જેવા હાઈપ્રોફાઈલ લોકો સુધી પહોંચ ધરાવતો હતો. તેણે સેક્સ ટ્રાફિકિંગ અને ષડયંત્રના આરોપો માટે દોષી ઠેરવવાનો ઇનકાર કર્યો હતો.