શોધખોળ કરો
Advertisement
ચીન અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો, ડ્રેગનનો દાવો- અમેરિકન જાસૂસી વિમાનો અમારા દેશમાં ઘૂસ્યા
મહત્વનુ છે કે, વ્યાપાર, ટેકનોલૉજી, તાઇવાન અને દક્ષિણ ચીન સાગર સહિત કેટલાય મુદ્દા પર ચીન અને અમેરિકાની વચ્ચે વિવાદ ચાલુ છે. બન્નેના સંબંધો કેટલાય દાયકાઓ બાદ ખરાબ સ્તર પર પહોંચ્યા છે
બેઇજિંગઃ અમેરિકા અને ચીન વચ્ચે એકવાર ફરીથી તણાવ ચરમ પર આવ્યો છે, ચીનના ઉત્તરીય ભાગમાં સૈન્ય અભ્યાસ દરમિયાન નિર્ધારિત નો ફ્લાય ઝૉનાં અમેરિકન વાયુસેનાના યુ-2 જાસૂસી વિમાન કથિત રીતે ઘૂસણખોરીનો ચીને વિરોધ કર્યો છે.
ચીનના રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, આ કાર્યવાહીથી સામાન્ય અભ્યાસમાં ગંભીર હસ્તક્ષેપ કરવામાં આવ્યો. મંત્રાલયના પ્રવક્તા વૂ કીને કહ્યું કે આ પુરેપુરી ઉકસાવવાની કાર્યવાહી છે. આનો કડક જવાબ આપવામાં આવશે અને અમેરિકાને આવી હરકતો કરવાની ના કહેવામાં આવી છે.
ચીને નિવેદનમાં કહ્યું કે, ઉત્તરીય થિએટર કમાન સૈન્ય અભ્યાસ કરી રહ્યા હતા, તે સમય અને સ્થાન સંબંધી વિસ્તૃત જાણકારી નથી આપવામાં આવી. જોકે સમુદ્રી સુરક્ષા તંત્રએ જણાવ્યુ કે, આ અભ્યાસ બેઇજિંગના પૂર્વમાં બોહાઇ ખાડી પર સોમવારે શરુ થયો અને 30 સપ્ટેમ્બર સુધી ચાલશે.
મહત્વનુ છે કે, વ્યાપાર, ટેકનોલૉજી, તાઇવાન અને દક્ષિણ ચીન સાગર સહિત કેટલાય મુદ્દા પર ચીન અને અમેરિકાની વચ્ચે વિવાદ ચાલુ છે. બન્નેના સંબંધો કેટલાય દાયકાઓ બાદ ખરાબ સ્તર પર પહોંચ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement