Taiwan Earthquake: તાઇવાનમાં ભૂકંપના કારણે સાતના મોત, 700થી વધુ લોકો ઘાયલ
Taiwan Earthquake: તાઈવાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને મદદ કરવા માટે હેલ્પલાઈન શરૂ કરી છે
Taiwan Earthquake: તાઈવાનમાં બુધવારે સવારે જોરદાર ભૂકંપ આવ્યો હતો. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપની તીવ્રતા 7.7 નોંધવામાં આવી હતી. ભૂકંપના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. દક્ષિણ જાપાન અને ફિલિપાઈન્સમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
🚨BREAKING: 7.5 magnitude earthquake in Taiwan just moments ago #earthquakepic.twitter.com/h6iMFSMgws
— AJ Huber (@Huberton) April 3, 2024
મૃત્યુઆંક વધ્યો
ભૂકંપ બાદ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. તાઈવાન સરકારે જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યા વધીને સાત થઈ ગઈ છે. ઘાયલોની સંખ્યા પણ 700 ને વટાવી ગઈ છે.સના હાશ્મીએ કહ્યું કે, ઓથોરિટીએ ભૂકંપની સ્થિતિનો સામનો કરવા માટે તાત્કાલિક પગલાં લીધાં છે. કેટલાક વિસ્તારોમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. મેટ્રો, હાઈસ્પીડ ટ્રેન ફરી શરૂ કરવામાં આવી છે.
#UPDATE Seven dead, hundreds injured and dozens of buildings damaged in most powerful Taiwan quake in 25 years.
— AFP News Agency (@AFP) April 3, 2024
Strict building regulations and widespread public disaster awareness appear to have staved off a major catastrophe for the islandhttps://t.co/huFc2poMPE pic.twitter.com/z8OxhZYkov
તાઈવાન-એશિયા એક્સચેન્જ ફાઉન્ડેશનના સના હાશ્મીએ જણાવ્યું કે, વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ આવ્યો ત્યારે અમે ઘરે જ હતા. તાઈવાનમાં ધરતીકંપ સામાન્ય છે, પરંતુ આજનો ભૂકંપ અલગ હતો. તેમણે કહ્યું કે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. હુલિન અને તાઈપેઈ જેવા શહેરોમાં વધુ નુકસાન થયું છે
HORRIFIC VIDEOS OF MASSIVE #earthquake (7.5 magnitude) WHICH HIT #Taiwan & #japan ARE CIRCULATING EVERYWHERE. #Tsunami MIGHT HIT THEM SOON. Prayers for them 💔 pic.twitter.com/w8fusvQPBd
— Shehryar Sajid Khan (@Sskwrites) April 3, 2024
પૂર્વી તાઈવાનમાં આવેલા ભૂકંપ બાદ ન્યૂ તાઈપેઈ શહેરમાં ઈમારતમાં ફસાયેલા એક વ્યક્તિને જીવતો બચાવી લેવામાં આવ્યો છે. ન્યૂ તાઈપેઈ સિટીના ઝિંદિયન જિલ્લામાં ઈમારતોને નુકસાન થયું છે. બચાવકર્મીઓ ફસાયેલા લોકોને શોધી રહ્યા છે. ક્ષતિગ્રસ્ત ઈમારતમાંથી બચાવ્યા બાદ બચાવ કાર્યકરો એક વ્યક્તિને મદદ કરે છે.
Multiple buildings have collapsed after a Pair of Massive 7.5 Earthquakes Strikes Triggering Tsunami Warnings#earthquake #Taipei #Taiwan pic.twitter.com/SbZVsqw9id
— Raja Faisal 🇵🇰🇵🇸 (@RajaFaysal786) April 3, 2024
ભારતીયો માટે હેલ્પલાઈન જાહેર
ઈન્ડિયા તાઈપેઈ એસોસિએશને ભૂકંપના પગલે તાઈવાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને મદદ કરવા માટે હેલ્પલાઈન શરૂ કરી છે. મોબાઈલ નંબર 0905247906 અને ઈમેલ ad.ita@mea.gov.in જાહેર કરવામાં આવ્યો છે.
In view of the earthquake, the following emergency helpline has been setup by India Taipei Association for assistance, guidance, or clarification to all Indian nationals living in Taiwan: Mobile: 0905247906 Email: ad.ita@mea.gov.in: India Taipei Association#EarthquakeTaiwan pic.twitter.com/RmdIhn1Kh7
— ANI (@ANI) April 3, 2024