(Source: ECI/ABP News/ABP Majha)
રશિયન સૈનિકોના દાંત ખાટા કરવા યુક્રેનને મળશે બાહુબલીના ભલ્લાદેવ જેવું ઘાતક હથિયાર
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને હવે 25થી વધુ દિવસ થઈ ગયા છે. બન્નેમાંથી એક પણ દેશ ઝુકવાનું નામ નથી લઈ રહ્યો. એવામાં હવે અમેરિકાએ યુક્રેનને ઘાતક હથિયાર આપવાનું નક્કી કર્યું છે. યુક્રેનની મદદ માટે અમેરિકા સ્વિચબ્લેડ ડ્રોન આપશે
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને હવે 25થી વધુ દિવસ થઈ ગયા છે. બન્નેમાંથી એક પણ દેશ ઝુકવાનું નામ નથી લઈ રહ્યો. એવામાં હવે અમેરિકાએ યુક્રેનને ઘાતક હથિયાર આપવાનું નક્કી કર્યું છે. યુક્રેનની મદદ માટે અમેરિકા સ્વિચબ્લેડ ડ્રોન આપશે. આને કેમિકેઝ કિલર ડ્રોન્સ પણ કહેવામાં આવે છે. આ ડ્રોનની મદદથી યુક્રેન રશિયન ટેન્ક, બખ્તરબંધ વાહનો, બંકરો અને સૈનિકો પર આકાશમાંથી હુમલો કરી શકશે. તે માત્ર માત્ર આકાશમાંથી આફત વરસાવે છે પરંતુ જો તે માણસની ઊંચાઈ બરાબર ઝડપથી ઉડે તો તે ઘણા સૈનિકોને ઘાયલ પણ કરી શકે છે. વધુ ઝડપી ઉડવાને કારણે તેની તીક્ષ્ણ પાંખોથી અનેક લોકોને ઈજા થઈ શકે છે.
એક અમેરિકન અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે યુક્રેનને અમેરિકા પાસેથી 100 ટેક્ટિકલ સ્વિચબ્લેડ ડ્રોન આપવામાં આવશે. આ ડ્રોન નાના આત્મઘાતી બોમ્બર છે. તેઓ અથડાતાની સાથે જ વિસ્ફોટ કરે છે. તે પણ એક ઘાતક અને અત્યંત વિનાશક વિસ્ફોટ. મૂળભૂત રીતે તે એક ઉડતું હથિયાર છે જે કોઈપણ પ્રકારના યુદ્ધ માટે યોગ્ય છે.
કેમિકેઝ ડ્રોન્સ શું છે
કેમિકેઝ કિલર ડ્રોન્સ અથવા સ્વિચબ્લેડ ડ્રોન્સ નાના સિંગલ-યુઝ રિમોટ કંટ્રોલ્ડ ફ્લાઈંગ બોમ્બ છે. આ સરળતાથી ગમે ત્યાં તૈનાત કરી શકાય છે. અથવા ગમે ત્યાંથી છોડી શકાય છે. તેમાં લાગેલા કેમેરાની મદદથી તમે છુપાયેલા લક્ષ્યોને શોધીને હુમલો કરી શકો છો. તે ઉંચી ટેકરીઓ, ઇમારતો, જંગલો વગેરેમાં છુપાયેલા દુશ્મનને શોધી કાઢે છે અને તેના પર આત્મઘાતી હુમલો કરે છે. વાસ્તવમાં, આ ડ્રોન તેની સામે આવતા દુશ્મનને ઓળખે છે અને તેનો નાશ કરે છે. વિસ્ફોટથી ઉડાવી પણ દે છે. અને તેની તીક્ષ્ણ બ્લેડથી તીક્ષ્ણ ઘા પણ કરે છે, જેમ કે બાહુબલી ફિલ્મમાં ભલ્લાલદેવના રથની સામે ફરતી સ્વીચબ્લેડથી દુશ્મનોના માથા કપાતા હતા.
શું સ્વિચબ્લેડ ડ્રોન ટેંક ઉડાવી શકે છે?
અમેરિકન કંપની AeroVironment એ બે પ્રકારના સ્વિચબ્લેડ ડ્રોન ડિઝાઇન કર્યા છે. સૌથી શક્તિશાળી સ્વિચબ્લેડ ડ્રોન 23 કિલો સ્વિચબ્લેડ-600 છે. તે 40 મિનિટ સુધી ઉડી શકે છે. તે 185 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જમીન પર પડે છે. તેમાં હાજર વિસ્ફોટકની મદદથી તે ટેન્ક અને બખ્તરબંધ વાહનો અને આરમ્ર ને પણ ઉડાવી શકે છે.