શોધખોળ કરો

વિશ્વની કોરોનાની પહેલી રસી આવતી કાલે થશે રજિસ્ટર્ડ, જાણો બજારમાં ક્યારે આવશે?

રશિયાની આ કોરોના રસીને અન્ના પાપોવા નામની વોચડોગ સંસ્થા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. પણ નિષ્ણાતોએ જે રીતે રસી વિકસાવવા માટે ફાસ્ટ ટ્રેક અભિગમ અપનાવવામાં આવ્યો છે તેની ટીકા કરી છે.

મોસ્કોઃ કોરોનાની રસી બનાવવાની હોડમાં 160 દેશો સામેલ છે તેમાં રશિયા મોખરે પહોંચી ગયું છે અને 12 ઓગસ્ટે તે કોરોનાની રસી ધરાવનારો પ્રથમ દેશ બનશે. આ રસી રશિયાના ગામાલેયા નેશનલ રિસર્ચ સેન્ટર અને રશિયન સંરક્ષણ મંત્રાલય દ્વારા વિકસાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ રસીનું ત્રીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ હજુ પણ ચાલુ છે. આ રસીને રજિસ્ટર્ડ કરવા માટે તમામ તૈયારી થઇ ચૂકી છે તે અનુસાર તેને બારમી ઓગસ્ટે રજિસ્ટર કરવામાં આવશે. જેના પગલે રશિયા કોરોના મહામારી સામે લડવા માટે રસી વિકસાવનારો પ્રથમ દેશ બની જશે. રશિયા સરકારે દાવો કર્યો છે કે, સપ્ટેમ્બરમાં તેનું માસ-પ્રોડક્શન શરૂ થશે અને ઓક્ટોબરથી દેશભરમાં રસીકરણ શરૂ કરવામાં આવશે. રશિયાની કોરોના રસીમાં ચેપ લાગેલા પ્રોટીનને કોરોના વાઇરસ સાથે માનવશરીરમાં દાખલ કરી રોગપ્રતિકારક પ્રતિભાવ પેદાં કરવામાં આવશે. રસીની સલામતિ અને અસરકારકતા બાબતે થઇ રહેલી અટકળોનો જવાબ આપતાં ગામાલેયા રિસર્ચ સેન્ટરના ડાયરેકટર એલેક્ઝાન્ડર જિન્ટસબર્ગે જણાવ્યું હતું કે કોરોના વાઇરસના વિષાણુઓ શરીરને નુકશાન પહોંચાડી શકે તેમ નથી કેમ કે તેમની સંખ્યા વધતી નથી. રશિયાની આ કોરોના રસીને અન્ના પાપોવા નામની વોચડોગ સંસ્થા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. પણ નિષ્ણાતોએ જે રીતે રસી વિકસાવવા માટે ફાસ્ટ ટ્રેક અભિગમ અપનાવવામાં આવ્યો છે તેની ટીકા કરી છે. રસી લાવવાની ઉતાવળમાં છે રશિયા વિશ્વના વૈજ્ઞાનિકોને ચિંતા છે કે ક્યાંક પ્રથમ આવવાની હોડમાં કંઈક ઉંધું ન થાય. રશિયાના દાવાને સમર્થન આપનાર હજુ સીધી એક પણ વૈજ્ઞાનિક પુરાવા રજુ કરવામાં આવ્યા નથી. મોસ્કો સ્પૂતનિક (ધરતીનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ)ની જેમ જ પ્રચારિત જીત મેળવવાનું વિચારી રહ્યું છે જે વિશ્વના પ્રથમ ઉપગ્રહણના 1957માં સોવિયત સંઘના પ્રક્ષેપણની યાદ અપાવે. બીજી બાજુ રશિયાનૈ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, રસી ટૂંકમાં જ તૈયાર કરી લેવામાં આવી, કારણ કે આ પહેલાથી જ આ પ્રકારની અન્ય બીમારીઓ સામે લડવામાં સક્ષમ છે. આ દૃષ્ટિકોણ અનેક અન્ય દેશો અને કંપનીઓનો છે. રશિયાના રક્ષા મંત્રાલયનું કહેવું છે કે, રશિયા સૈનિકોએ હ્યૂમન ટ્રાયલમાં વોલન્ટિયર્સ તરીકે કામ કર્યું છે. દાવો છે કે પ્રોજેક્ટના ડાયરેક્ટર એલેક્ઝાન્ડર ગિન્સબર્ગ ખુદે આ રસી લીધી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી

અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો

શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે

Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો

Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ

Embed widget