શોધખોળ કરો
વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 26 લાખને પાર, મૃત્યુઆંક પણ થઈ રહ્યો છે ઝડપી વધારો
વિશ્વમાં એક લાખ 84 હજારથી વધારે લોકોના કોરોનાથી મોત થયા છે.

નવી દિલ્હીઃ હાલ સમગ્ર વિશ્વ કોરોના સંકટનો સામનો કરી રહ્યું છે. વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. હાલ સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 26 લાખ 35 હજારને પાર કરી ગઈ છે. કોરોનાથી મરનારા લોકની સંખ્યામાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. વિશ્વમાં એક લાખ 84 હજારથી વધારે લોકોના કોરોનાથી મોત થયા છે. દુનિયામાં સૌથી ગંભીર અસર અમેરિકામાં જોવા મળી રહી છે. અમેરિકામાં કોરોના દર્દીઓની સંખ્યા 8,48,994 પર પહોંચી છે. જ્યારે 47,676 લોકોના મોત થયા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ ફરી એક વખત વિશ્વને ચેતવણી આપી છે. WHOએ સાવચેત કર્યા કે કોઈ ભૂલ ન કરો, આ વાયરસ આપણી સાથે લાંબા સમય સુધી રહેવાનો છે. WHO પ્રમુખ ટેડ્રોસે કહ્યું, “અનેક દેશોમાં મહામારીની હજુ શરૂઆત થઈ છે. જ્યાંથી મહામારીની શરૂઆત થઈ હતી ત્યાં ફરી કેસ જોવા મળી રહ્યા છે. કોઈ ભૂલ ન કરે, આ વાયરસ આપણી સાથે લાંબા સમય સુધી રહેવાનો છે.”
વધુ વાંચો





















