શોધખોળ કરો
Advertisement
અમેરિકામાં આજે કઈ જગ્યાએ વાવાઝોડુ મચાવશે તબાહી? હવામાન વિભાગે શું કરી છે આગાહી? જાણો
હવામાન વિભાગે ચેતવણી આપી હતી કે, સોમવારથી ગલ્ફ કોસ્ટના કેટલાક ભાગમાં અત્યંત જોખમી તોફાન ત્રાટકે તેવી સંભાવના છે. લુઝિઆનાના ગર્વરન જોન બેલ એડવર્ડે વાવાઝોડાના આગમન પહેલા જકટોકટી જાહેર કરી
દક્ષિણ ફલોરિડાના કિનારે સર્જાયેલા ટ્રોપિકલ વાવાઝોડા સેલી એટલાન્ટીક હરિકેન સીઝનમાં 18મો ક્રમ ધરાવે છે અને તે આવતી કાલે ગલ્ફ ઓફ મેક્સિકોમાં પ્રવેશ કરતી વખતે વધારે વિકરાળ બનીને તબાહી સર્જશે એવું હવામાન ખાતાએ કહ્યું હતું. નેશનલ હરિકેન સેન્ટરની સાંજના પાંચ વાગ્યાની આગાહીમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ખરેખર તો મેટ્રો શહેર ન્યુ ઓર્લિયન્સમાં ત્રાટકશે. ગ્રાન્ડ ઇસલે લુઝિઆનાથી લઈને આલ્માબા-ફલોરિડા લાઇન સુધી વાવાઝોડાની અસર જોવા મળશે.
હવામાન વિભાગે ચેતવણી આપી હતી કે, સોમવારથી ગલ્ફ કોસ્ટના કેટલાક ભાગમાં અત્યંત જોખમી તોફાન ત્રાટકે તેવી સંભાવના છે. લુઝિઆનાના ગર્વરન જોન બેલ એડવર્ડે વાવાઝોડાના આગમન પહેલા જકટોકટી જાહેર કરી હતી. ન્યુ ઓર્લિયન્સના અધિકારીઓએ લોકોને સલામત સ્થળે ખસેડવાની શરૂઆત કરી દીધી હતી.
સેલીનો ઉદભવ ટ્રોપિકલ દબાણના કારણે દક્ષિણ ફલોરિડાના કિનારેથી થયો હતો જે શનિવારે ગલ્ફના ઉષ્ણ પાણી સુધી ફેલાઈ ગયો હતો. સોમવાર સુધી એ અતિ વિકરાળ અને જોખમી વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા હતા. અત્યંત વ્યસ્ત ટ્રોપિકલ સીઝનમાં આ વાવાઝોડુ નામ મેળવનાર 18મો બન્યો હતો.
સેલીના કારણે શનિવારે બપોરે દક્ષિણ ફલોરિડામાં ભારે વરસાદ ખાબક્યો હતો. ઓક્ટોબર 2006માં સર્જાયેલા વાવાઝાડો સ્ટાનને પણ આ વાવાઝોડાએ પાછળ છોડી દીધો હતો. નેશનલ હરિકેન સેન્ટરે કહ્યું હતું કે, સેલીના કારણે ફલોરિડામાં અને રાજ્યના દક્ષિણ તેમજ પશ્ચિમ ભાગમાં વરસાદ પડી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement