શોધખોળ કરો
Advertisement
US ઇન્ટેલિજન્સ વિભાગના રિપોર્ટ પર ભડક્યા ટ્રમ્પ, બોલ્યા- કોરોના વાયરસ વુહાનની લેબમાંથી જ ફેલાયો છે
ગુપ્તચર વિભાગના રિપોર્ટથી ઉલટુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ વાત પર અડી પડ્યા છે કે ચીનની વુહાનની લેબમાંથીત જ કોરોના વાયરસ તૈયાર કરવામાં આવ્યો છે
વૉશિંગટનઃ કોરોના વાયરસ મામલે અમેરિકા એવુ ફસાયુ છે કે બહાર નથી નીકળી શકતુ. એક બાજુ અમેરિકાના ઇન્ટેલિજન્સ પ્રમુખે માન્યુ છે કે કોરોના વાયરસ માનવ નિર્મિતા કે જીનેટિક રીતે મૉડિફાઇડ નથી. ટ્રમ્પ આ વાત માનવા તૈયાર નથી, અને કહી રહ્યાં છે કે કોરોના વાયરસ વુહાનની લેબમાંથી જ નીકળ્યો છે.
ગુપ્તચર વિભાગના રિપોર્ટથી ઉલટુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ વાત પર અડી પડ્યા છે કે ચીનની વુહાનની લેબમાંથીત જ કોરોના વાયરસ તૈયાર કરવામાં આવ્યો છે. ટ્રમ્પનુ કહેવુ છે કે ચીનની ભયાનક ભૂલના કારણે કોરોના વાયરસ દુનિયાભરમાં ફેલાઇ ગયો છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પને જ્યારે પુછવામાં આવ્યુ કે શું તમને પ્રૂફ જોયા છે, જેનાથી ખબર પડે કે વાયરસ લેબમાં બન્યો હતો? આના જવાબમાં તેમને કહ્યું કે મે જોયો છે. તેમને કહ્યું હું તમને એ નથી કહી શકતો, અમને આ વાત તમને કરવાની અનુમતી નથી. આ પહેલા પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ચીન પર સવાલ ઉઠાવી ચૂક્યા છે.
રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તે કહી રહ્યાં છે કે ચામચિડીયાથી ફેલાયો છે, પણ તે ચામાચિડીયા તે વિસ્તારમાં નથી મળી આવતા. તે મંડીમાં તે પ્રકારના ચામાચિડીયા વેચાતા પણ ન હતા. તે લગભગ 40 માઇલ દુર મળી આવતા હતા. તપાસ ચાલી રહી છે અમે જાણી લઇશું. ટ્રમ્પે એ પણ કહ્યું કે ડબ્લયૂએચઓ ચીનની પીઆર એજન્સીની જેમ કામ કરી રહ્યું છે અને તેમને શરમ આવવી જોઇએ.
નોંધનીય છે કે ચીનના વુહાનમાંથી ફેલાયેલો કોરોના વાયરસ હાલ અમેરિકામાં સૌથી વધુ તબાહી મચાવી રહ્યો છે. અમેરિકામાં 10 લાખથી વધુ લોકો સંક્રમિત છે, અને 63 હજારથી વધુ લોકો મોતને ભેટી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
દેશ
Advertisement