શોધખોળ કરો
Advertisement
US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કોરિયા પહોંચ્યા, કિમ જોંગ ઉન સાથે કરી મુલાકાત
કિમ જોંગ ઉન સાથે ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કોરિયાની જમીન પર પહોંચ્યા હતા. આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પ એવા પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ બની ગયા છે જેઓ ઉત્તર કોરિયા પહોંચ્યા હોય
નવી દિલ્હીઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રવિવારે ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન સાથે અસૈન્ય ક્ષેત્રમાં મુલાકાત કરી હતી. ત્યારબાદ કિમ જોંગ ઉન સાથે ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કોરિયાની જમીન પર પહોંચ્યા હતા. આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પ એવા પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ બની ગયા છે જેઓ ઉત્તર કોરિયા પહોંચ્યા હોય.
એટલું જ નહી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કિન જોંગ ઉનને વ્હાઇટ હાઉસમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન ટ્રમ્પે ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉનના વખાણ કર્યા હતા. ટ્રમ્પે કિમ જોંગ ઉન સાથેની આ મુલાકાતને ઐતિહાસિક ગણાવી હતી. ટ્રમ્પે કહ્યું કે, ઉત્તર કોરિયાની ધરતી પર આવવું તેના માટે ખૂબ ગર્વની વાત છે. જ્યારે જોંગ ઉને કહ્યું કે, આ મુલાકાત ટ્રમ્પ સાથે તેના સારા સંબંધોને દર્શાવે છે.
તાજેતરમાં જ ગેરકાયદેસર રીતે કોલસાની હેરાફેરી કરી રહેલા ઉત્તર કોરિયાના માલવાહક જહાજને અમેરિકાએ સીઝ કરી દીધું હતુ. જેના પર કિમ જોંગ ઉને સખ્ત વલણ દાખવ્યું હતું. ઉત્તર કોરિયાએ મિસાઇલ પરીક્ષણ પણ કર્યું અને કિમ જોંગ ઉને પોતાની સૈન્યને મારક ક્ષમતા વધારાના નિર્દેશ આપ્યા હતા. રવિવારે કિમ જોંગ ઉન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જાએ-ઇનને મળ્યા હતા અને દ્ધિપક્ષીય વાતચીત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement