શોધખોળ કરો

'મેં 8 યુદ્ધો બંધ કરાવ્યા છે!' પીએમ મોદી સમક્ષ ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો ચોંકાવનારો દાવો

G7 સમિટમાં પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત: રશિયા-યુક્રેન યુદ્ધ અને દરિયાઈ સુરક્ષા મુદ્દે થઈ મહત્વની ચર્ચા, ટ્રમ્પે પીએમ મોદીના કર્યા ભારોભાર વખાણ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • G7 સમિટમાં મોદી-ટ્રમ્પ મળ્યા, રશિયા-યુક્રેન યુદ્ધ ચર્ચાયું.
  • ટ્રમ્પે આઠ યુદ્ધ રોકવાનો દાવો કર્યો, શાંતિ પર ભાર.
  • પીએમ મોદીએ ભારતીય ખલાસીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો.
  • ટ્રમ્પે પીએમ મોદીના નેતૃત્વ અને ભારતની ભૂમિકા વખાણી.

trump stopped 8 wars: ફ્રાન્સમાં યોજાયેલી G7 સમિટની સાઈડલાઈનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એક ખાસ મુલાકાત થઈ હતી. આ બેઠક દરમિયાન ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરતા મોટો દાવો કર્યો હતો કે તેમણે દુનિયાભરમાં અત્યાર સુધી 8 યુદ્ધો અટકાવ્યા છે. તો બીજી તરફ પીએમ મોદીએ દરિયાઈ વેપાર, હોર્મુઝ સ્ટ્રેટ (સમુદ્રધુની) અને ભારતીય ખલાસીઓની સુરક્ષાનો મહત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ ગંભીર ચર્ચાના અંતે ટ્રમ્પે પીએમ મોદીના નેતૃત્વના ભારોભાર વખાણ પણ કર્યા હતા.

"મેં 8 યુદ્ધો બંધ કરાવ્યા છે"

આ મીટિંગ દરમિયાન રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિશે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો જૂનો દાવો ફરી દોહરાવ્યો હતો. તેમણે કહ્યું કે, "મેં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી છે અને અમે ઈચ્છીએ છીએ કે આ યુદ્ધનો જલ્દી અંત આવે. મેં અત્યાર સુધીમાં 8 યુદ્ધો બંધ કરાવ્યા છે. સાચું કહું તો, આ યુદ્ધ રોકવું સૌથી સરળ કામ હોઈ શકે છે, પરંતુ તેઓ બંને એકબીજાને પસંદ નથી કરતા, જેના કારણે આ પરિસ્થિતિ થોડી વધારે મુશ્કેલ બની ગઈ છે."

પીએમ મોદીએ ઉઠાવ્યો દરિયાઈ સુરક્ષાનો મુદ્દો

બેઠક દરમિયાન પીએમ મોદીએ પણ પોતાનો પક્ષ મજબૂતીથી રજૂ કર્યો હતો. તેમણે કતારના કિનારે ભારતીય ખલાસીઓ પર થયેલા હુમલા અને હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લી રાખવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

પીએમ મોદીએ જણાવ્યું કે, "આજે દરિયાઈ વેપારની દુનિયામાં લાખો ભારતીય ખલાસીઓ અલગ-અલગ મહાસાગરોમાં સેવા આપીને વૈશ્વિક પ્રગતિમાં મોટો ફાળો આપી રહ્યા છે. મારું માનવું છે કે તેમની સુરક્ષા પણ એટલી જ મહત્વની છે. તમે શાંતિ માટે જે પ્રયાસો કર્યા છે, તેનાથી મને પૂરો વિશ્વાસ છે કે આ કરારથી ખલાસીઓની સુરક્ષા સુનિશ્ચિત થશે અને તેમને પ્રાથમિકતા મળશે."

વધુમાં તેમણે ઉમેર્યું કે, "આપણે સૌ એ વાત સાથે સહમત છીએ કે ગ્લોબલ ઈકોનોમી (વૈશ્વિક અર્થતંત્ર) માટે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લી રહે તે ખૂબ જરૂરી છે. અમે હંમેશા કહ્યું છે કે દરિયામાં નેવિગેશનની (આવરજવરની) સ્વતંત્રતા જળવાઈ રહેવી જોઈએ, અને આપણે સૌએ સાથે મળીને આ વાત પર ભાર મૂક્યો છે."

આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પની ફરી ગુંલાટ! ઈરાન સાથે ડીલ ફાઈનલ નથી, શરતો પૂરી નહીં થાય તો....

ટ્રમ્પે કર્યા પીએમ મોદીના વખાણ

જ્યારે આ મીટિંગમાં ટ્રમ્પને સવાલ પૂછવામાં આવ્યો કે શું તેઓ પશ્ચિમ એશિયામાં ભારતની કોઈ મોટી ભૂમિકાની અપેક્ષા રાખી રહ્યા છે? ત્યારે જવાબમાં યુએસ રાષ્ટ્રપતિએ તરત જ કહ્યું કે, "હા, મને એવી પૂરી આશા છે. મને લાગે છે કે ભારત દરેક બાબતમાં એક મોટી અને મહત્વની ભૂમિકા ભજવે છે. અને જ્યાં સુધી પીએમ મોદી નેતા છે, ત્યાં સુધી ભારત ચોક્કસપણે એક મોટી ભૂમિકા ભજવતું રહેશે."

આ પણ વાંચોઃ અમેરિકા-ઈરાન ડીલમાં લેબનોનનો મુદ્દો બન્યો મોટો અવરોધ, ઇઝરાયલ ડીલમાંથી ખસી ગયુ, જાણો હવે શું થશે?

Frequently Asked Questions

ફ્રાન્સમાં યોજાયેલી G7 સમિટની સાઈડલાઈનમાં વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ ક્યાં મળ્યા હતા?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફ્રાન્સમાં યોજાયેલી G7 સમિટની સાઈડલાઈનમાં એક ખાસ મુલાકાત કરી હતી.

રશિયા-યુક્રેન યુદ્ધ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે શું દાવો કર્યો હતો?

ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે અત્યાર સુધીમાં 8 યુદ્ધો બંધ કરાવ્યા છે. તેમણે કહ્યું કે આ યુદ્ધ રોકવું સૌથી સરળ કામ હોઈ શકે છે.

વડાપ્રધાન મોદીએ બેઠક દરમિયાન કયા મુખ્ય મુદ્દા ઉઠાવ્યા હતા?

પીએમ મોદીએ દરિયાઈ વેપાર, હોર્મુઝ સ્ટ્રેટ (સમુદ્રધુની) અને ભારતીય ખલાસીઓની સુરક્ષાનો મહત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે તેમની સુરક્ષાને પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો.

ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીના નેતૃત્વ વિશે શું કહ્યું?

ટ્રમ્પે પીએમ મોદીના નેતૃત્વના ભારોભાર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે જ્યાં સુધી પીએમ મોદી નેતા છે, ત્યાં સુધી ભારત દરેક બાબતમાં એક મોટી ભૂમિકા ભજવતું રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Embed widget