Turkey-Syria Earthquake Live: તુર્કી અને સીરિયામાં મૃત્યુઆંક 15 હજારને પાર, ભારતીય સૈન્યએ સંભાળ્યો મોરચો
Turkey-Syria Earthquake Update: તુર્કી અને સીરિયામાં વિશ્વની વિનાશક ભૂકંપની દુર્ઘટનામાં મૃત્યુઆંક 15,000ને વટાવી ગયો છે. બંને દેશોમાં ભૂકંપથી પ્રભાવિત શહેરો, નગરોમાં પીડિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે.
LIVE
Background
ચારે બાજુ તબાહી
તુર્કી અને સીરિયામાં ભૂકંપ બાદ ચારેબાજુ તબાહીના દ્રશ્યો છે. ઘણી જગ્યાએ સમગ્ર કુટુંબો મરણ પામ્યા છે, બિલ્ડિંગોનો કાટમાળ પડ્યો છે. અસરગ્રસ્ત લોકોની હાલત કફોડી બની રહી છે.
વરસાદ અને ઠંડા હવામાનથી બચાવ કામગીરીમાં વિક્ષેપ
તુર્કી સરકારના જણાવ્યા અનુસાર વરસાદ અને ઠંડા હવામાનના કારણે રાહત કામગીરીમાં અડચણ આવી રહી છે, પરંતુ પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
હજારો લોકો બેઘર
તુર્કી અને સીરિયામાં સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. હજારો લોકોના ઘરો ધરાશાયી થયા. લોકો બેઘર બન્યા. મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા અને ઘણા એવા છે જેઓ હજુ પણ જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહ્યા છે.
સીરિયામાં એક જ કુટુંબના 25 લોકોનાં મોત
અહમદ ઈદરીસ નામના આ વ્યક્તિ સીરિયાના સરાકિબ શહેરનો છે. ભૂકંપના કારણે તેના પરિવારના 25 લોકોનાં મોત થયા છે. તેણે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં કહ્યું, મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તેના પરિવાર માટે ભૂકંપ દર્દનાર યાદ લઈને આવ્યો છે. સીરિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે તેઓ સરાકિબ પહોંચ્યા હતા. બાળકો અને પોતાની માટે સુરક્ષિત શેલ્ટર શોધી શકાય તે માટે અહીં આવ્યા હતા પરંતુ કુદરતને કઈંક અલગ જ મંજૂર હતું. ભૂકંપમાં તેના પરિવારના મોટાભાગના લોકો માર્યા ગયા છે.
કાટમાળમાંથી મૃતદેહોના ઢગલા કાઢવામાં આવી રહ્યા છે
ભારે ઠંડી અને વરસાદ વચ્ચે બુધવારે મોડી રાત સુધી રેસ્ક્યુ ટીમ બચાવ કામગીરીમાં વ્યસ્ત હતી. ધરાશાયી થયેલી ઇમારતના કાટમાળમાં ડ્રીલ કરવામાં આવી હતી. જોકે, હવે બચી ગયેલા લોકોને મળવાની શક્યતા ઘટી ગઈ છે. મોટા ભાગના મૃતદેહો કાટમાળમાંથી કાઢવામાં આવી રહ્યા છે. કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢીને રસ્તા પર રાખવામાં આવી રહ્યા છે. એવા ઘણા મૃતદેહો છે, જેની ઓળખ થઈ શકી નથી અથવા જેમનો પરિવાર હવે જીવતો નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
